29 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, અને 26 ફેબ્રુઆરીએ શાહી સ્નાન હોવાથી હવાઈ ભાડું આસમાને
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
28 જાન્યુઆરીના મૌની અમાવસ્યા પૂર્વે પ્રયાગરાજના હવાઈ ભાડા આસમાને પહોંચી ગયાં છે. ટ્રાવેલ પોર્ટલ દર્શાવે છે કે ચેન્નાઈ-પ્રયાગરાજ 28 જાન્યુઆરીએ અને બે દિવસ પછીની રિટર્ન ટિકિટની કિંમત રૂ. 53000થી વધુએ પહોંચી છે.
- Advertisement -
આ તારીખો પર કોલકાતાથી પરત ફરવા માટે રૂ.35000 થી વધુ ખર્ચવા પડે છે; હૈદરાબાદ/મુંબઈ/દિલ્હીથી 47500 થી વધુ હવાઈ ભાડું છે અને બેંગલુરુથી 51000 થી વધુનું હવાઈ ભાડું થયું છે.
3 ફેબ્રુઆરીએ વસંત પંચમી, 12 ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમા, અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી અને મહાકુંભનો સમાપન દિવસ પર બાકી રહેલી મહત્વપૂર્ણ સ્નાન તારીખોની આસપાસ હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. 14 ફેબ્રુઆરી માટે દિલ્હીથી પ્રયાગરાજ પરત ફરવાનું ભાડું 33000 થાય છે. હૈદરાબાદ/ચેન્નઈ/કોલકાતાથી 40000 થી વધુ અને મુંબઈ/બેંગલુરુમાંથી હવાઈ ભાડું 45000 થી વધુુુનું થયું છે.
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ કલસીએ જણાવ્યું હતું કે “અમે મહાકુંભ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ડાયસ્પોરા અને વિદેશીઓમાં પણ જબરદસ્ત ઉત્સાહ જોઈ રહ્યાં છીએ. સપ્લાય કરતાં માંગ ઘણી વધારે હોવાથી વિમાની ભાડામાં વધારો થયો છે અને ટીકીટ મેળવવી પણ મુશ્કેલ છે.” આ પવિત્ર શહેરમાં એરપોર્ટે 106 વર્ષમાં પ્રથમ વખત નાઇટ ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે અને 93 વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ ત્યાં આવવા લાગી છે. ઉડ્ડયન મંત્રાલયે એક્સ પર જણાવ્યું હતું કે “પ્રયાગરાજ એરપોર્ટે મહાકુંભ 2025 દરમિયાન નવાં સીમાચિહ્નો હાંસલ કર્યા છે. સરેરાશ 17 વધારાની ફ્લાઇટ્સ, મહત્તમ 46 દૈનિક ફ્લાઇટ 15 ગંતવ્યોમાં વિસ્તૃત કનેક્ટિવિટી અને 24સ7 કામગીરી સાથે, એરપોર્ટ સીમલેસ મુસાફરી સુનિશ્ચિત કરે છે.
ટર્મિનલ વિસ્તાર અપગ્રેડ કરવામાં આવ્યો છે. પ્રતિ કલાક 1650 મુસાફરોને હેન્ડલ કરવામાં આવે છે. મહાકુંભ વિશ્ર્વભરમાંથી તીર્થયાત્રીઓને આકર્ષી રહ્યો છે. વિઝા પ્રોસેસિંગ પ્લેટફોર્મ એટલેસે અમેરિકા અને યુકેથી ભારતમાં આધ્યાત્મિક યાત્રા માટે વિઝા આપવામાં 21.4 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે મુખ્યત્વે મહાકુંભ અને પવિત્ર સ્નાન માટે ભારત આવી રહ્યાં છે.