By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    4 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકારી નોકરી અપાવી દેવાના નામે લાલપુરના ભાઈ – બહેન સાથે 3 લાખની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરકારી નોકરી અપાવી દેવાના નામે લાલપુરના ભાઈ – બહેન સાથે 3 લાખની છેતરપિંડી
રાજકોટ

સરકારી નોકરી અપાવી દેવાના નામે લાલપુરના ભાઈ – બહેન સાથે 3 લાખની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2025/01/28 at 4:48 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

ઉપલેટાના શખ્સે ગાંધીનગર, વડોદરા લઈ જઈ ખોટા ઓર્ડરો બતાવી, ટ્રેનિંગના બહાને ખેલ પાડ્યો
કોર્પોરેશનમાં વર્ગ 7ના કર્મચારી તરીકે નર્સિંગની અને જેટકોમાં નોકરીની લાલચ આપનાર શખ્સની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સરકારી નોકરી અપાવી દેવાના નામે લાલપુરના ભાઈ-બહેન સાથે 3.08 લાખની છેતરપીંડી થયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. નર્સિંગ અને જેટકોમાં નોકરી અપાવી દેવાના નામે ઉપલેટાના મોટી વાવડીના શખ્સે ખેલ પાડ્યો હતો યુવતી પાસેથી કટકે કટકે રૂપીયા પડાવી જોબ પણ મુકાવી દિધી હતી. તેમજ ગાંધીનગર, વડોદરા લઈ જઈ ખોટા ઓર્ડરો બતાવી, ટ્રેનિંગ અપાવવાનું કહી રૂપીયા પડાવી લેતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisement -

લાલપુરમાં દ્વારકાધીશ પાર્કમાં રહેતાં ઊપાસનાબેન ડાડુભાઈ કરમુર ઉ.26એ ઉપલેટાના મોટી વાવ ગામના પ્રતિક કિરીટ ડઢાણીયા સામે યુનિવર્સિટી પોલીસમાં બીએનએસ એક્ટ 318(4),336(2),336(3) સહિતની કલમ હેઠળ નોંધાવે ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 3 મહીનાથી લાલપુર સી.એચ.સી કેંદ્રમાં કરાર આધારીત નર્સિંગની નોકરી કરે છે પાંચેક વર્ષ પહેલા તેણીએ કોર્ષ પુર્ણ કરેલો હોય, બાદમા લાલપુર તથા ડબાસંગ સી.એચ.સી કેન્દ્ર ખાતે 1 વર્ષ નોકરી કરેલી ત્યાર બાદ માર્ચ -2024થી ઓગસ્ટ -2024 સુધી રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં નર્સિંગની નોકરી કરેલી હતી તેણીની મોટી વાવડી ગામ રહેતી બહેનપણી મોનાલીબેન સોલંકીએ ઓગષ્ટ -2024 મા જણાવેલ કે, અમારા ગામના પ્રતીકભાઈ ડઢાણીયા કે જેઓ રાજકોટ કોર્પોરેશનમા મારી નોકરીનું કરી દેવાના છે, અને જો તારે રાજકોટ કોર્પોરેશનમા નોકરી લેવી હોય તો હુ તેને વાત કરૂ, જેથી તેને હા પાડતા મોનાલીએ પ્રતીકની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી આપેલી તેમા વાત કરી લેવાનુ જણાવેલ હતું બાદમા પ્રતીક સાથે વાત કરતા પ્રતીકે જણાવેલ કે, તમો જામનગર સાઈડ રહો છો જેથી પહેલા જામનગર કોર્પોરેશનમા તારી નોકરીનું કરાવી આપીશ અને તેમા રૂપીયાનો ખર્ચો થશે, અને ત્યા નોકરીનુ ન થાય તો રાજકોટ કોર્પોરેશનમા તો હુ તારી નોકરી નુ કરાવી જ આપીશ. તેને તેના મોબાઈલ નંબર આપેલા હતા.

જેમાં ડોક્યુમેંટ વોટસેપ કરવાનુ કહેતા બે દીવસ બાદ તેણીએ આધારકાર્ડ પાનકાર્ડ તથા અભ્યાસના રીઝલ્ટ મોકલેલા હતા.બાદમા તા.11/08/2024 ના તેણી રાજકોટમાં પુષ્કરધામમાં આવેલ ગૌરી ગર્લ્સ હોસ્ટેલના રૂમ પર હતી ત્યારે પ્રતીક ડઢાણીયાનો ફોન આવેલો કે, જામનગરની કોર્પોરેશનમા તારી નોકરીનુ થઈ જશે તુ મને 2500 ગુગલ પે કરી આપ જેથી તેને રૂ.2500 ગુગલ પે કરી આપેલા હતા. બાદમાં તા.12/08/2024 ના પ્રતીકે ફોનથી જણાવેલ કે, જામનગરની કોર્પોરેશનમા તારી નોકરી માટે હજુ 4000 જરૂર પડશે જેથી તેને ફરીવાર રૂપીયા મોકલેલ હતાં. બાદમા તા.13/08/2024 ના 3500 ગુગલ પે કરી આપેલા હતા. બાદમા તા.15/08/2024 ના પ્રતીકે તબીબી અધીક્ષક રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનનો સ્ટાફ નર્સ વર્ગ-7 મા કરાર આધારીત નોકરી પર હાજર થવા બાબતેનો ઓર્ડર હોસ્ટેલ પર આપેલો હતો. બાદમા બીજા દિવસે ફોનથી જણાવેલ કે તારૂ જામનગર કોર્પોરેશનમા નોકરીનુ થઈ જશે, તુ મને 5000 મોકલ જેથી તેને રૂપીયા ગુગલ પે કરેલા હતા. પ્રતીકે કહેલ કે, તારી નોકરી પાક્કી થઈ ગઈ હોવાથી સીકયુરીટી પેટે બે પગારના રૂપીયા જમા કરાવવાના હોવાથી 50 હજાર માંગતા તે ગુગલ પે કરેલા હતા બાદમા પ્રતીકે જણાવેલ કે, આપણે ગાંધીનગર તમારો જુનો ઓર્ડર ત્યા જમા કરાવવા જવો પડશે અને ત્યા તમને નોકરીનો નવો ઓર્ડર આપશે. જેથી તા.16/08/2024 ના રાજકોટથી પ્રતીકની કારમાં મોનાલી સાથે ગાંધીનગર ખાતે ગયેલા હતા. ત્યાં તે ગાંધીનગર સચીવાલય લઈ ગયેલો અને જણાવેલ કે, તારે બે પગાર રૂપીયા ભરવાના હોવાથી 14,400 ઘટે છે જેથી તેને રૂપીયા ગુગલ પે કરેલા હતા. બાદમા તે જ દીવસે પરત રાજકોટ આવી ગયેલા અને રાજકોટ કોર્પોરેશનનો નવો ઓર્ડર આપેલો હતો.

બાદમા પ્રતીકે જણાવેલ કે, તમો બંને વોકહાર્ટમા નોકરી ચાલુ ન રાખતા નહીતર કોર્પોરેશનમા નોકરી મેળવવામા મુશ્કેલી ઉભી થશે. જેથી તેણીએ અને તેની મિત્રએ ઓગષ્ટ -2024મા નોકરી મુકી દીધેલી હતી. બાદમા પ્રતીકે જણાવેલ કે, હજી તારા પગારના રુપીયા પુરા ન થવાના લીધે 18,400 ભરવા પડશે, જેથી તેને ગુગલ પેથી રૂપીયા ટ્રાન્સફર કરેલ હતાં બાદમાં તા.20/08/2024ના તેણી મોનાલી અને પ્રતીક સાથે રાજકોટ કોર્પોરેશન ખાતે જોબ પર ગયેલા પરંતુ ત્યા પહોચતા પ્રતીકે બંનેને કહેલ કે, તમારા કાગળીયા અધુરા હોવાથી સાતમ આઠમના વેકેશન ખુલતા તમો નોકરી પર આવજો તમારી સેલેરી આજથી જ ચાલુ થઈ ગઈ છે બાદમા તેણી લાલપુર ગામ આવતી રહી હતી તા.01/09/2024 ના પ્રતીકે ફોનથી જણાવેલ કે, તારા પગારના હજુ 7,000 જમા કરાવવા ના છે જેથી મે તેને ફરીવાર ગુગલ પે થી જમા કરાવેલા હતા બાદમા તા.04/09/2024 ના ત્રણેય રાજકોટ કોર્પોરેશન ખાતે ગયેલા અને પ્રતીક નોકરીનો ઓર્ડર લઈને કોર્પોરેશનમા ઊપર ગયેલો હતો અને તેઓ બંનેને કોર્પોરેશનમા નીચે ઊભા રખાવેલ હતા. થોડીવારમા તે પરત આવીને એક કાગળ આપેલો અને કહેલ કે તમારે તા.06/09/2024 થી તા.17/09/2024 સુધી ગાંધીનગર સચીવાલયમાં તમારે ટ્રેનીંગમા જવાનુ છે. જેથી તા.05/09/2024 ના મોનાલી તથા પ્રતીકની કારમાં ગાંધીનગર સચીવાલયની સામે આવેલ બીલ્ડીંગ પાસે ગયેલા અને પ્રતીકે બંનેને બહાર ઊભી રાખીને અંદર ગયેલો અને પરત આવીને જણાવેલ કે, મારે તમને જે મેડમ મનીષાબેન શાહ ટ્રેનીંગ આપવાના છે તેની સાથે વાત થતા તમારે ટ્રેનીંગના ડોક્યુમેંટ બનાવવા પડશે તેમ કહીને વડોદરા નશીંગ ટ્રેનીંગ સેંટરે લઈ ગયેલો અને ત્યા બહાર ઊભા રાખીને અંદર ગયેલો અને બહાર આવીને જણાવેલ કે, મનીષા મેડમે ટ્રેનીંગનો રીપોર્ટ આપેલો છે તેમ કહીને પ્રતીકે આણંદ બી.વી.એમ કોલેજ ખાતે એક દીવસ ટ્રેનીંગ છે અને ત્યા તમારૂ મેરીટ લીસ્ટ બનશે, તેમ કહીને કહેલ તા.16/09/2024 તમારી ટ્રેનીંગ શરૂ થઈ જશે તેમ કહીને ગાંધીનગર ખાતે લઈ ગયેલ. ગાંધીનગર ખાતે પીજીમા રોકાયેલા હતા. તા.10/09/2024 ના પ્રતીકે જણાવેલ કે, ટ્રેનીંગના રૂ.19,400 ભરવા પડશે જેથી ફરીવાર ગુગલ પે થી ટ્રાન્જેકસન કરેલ હતું. પ્રતીકે જણાવેલ કે, તમારા ભાઈને જેટકો રાજકોટ ખાતે નોકરીનુ કરાવું હોય તો ડેર સાહેબ કરાવી આપશે, અધીકારીને રૂ. 70 હજાર આપવા પડશે.
જેથી તેને રોકડા રૂ.50 હજાર આપેલા અને તેને કહેલ કે, તમારા ભાઈને ગાંધીનગર ડોક્યુર્મેટ લઈને બોલાવી લ્યો જેથી ભાર્ગવને તા.21/09/2024 ના ગાંધીનગર ખાતે બોલાવેલ અને પ્રતિકે આપણે ગોત્રી વડોદરા ઓર્ડર લેવા માટે જવાનુ છે જેથી ચારેય ગોત્રી વડોદરા ખાતે ગયેલા હતા અને ત્યા પહોચતા ફરીવાર ઓફિસની બહાર ઉભા રાખવી તે નોકરીનો ઓર્ડર લઈને આવેલો હતો. બાદમા ગાંધીનગર આવતા હતા ત્યારે રસ્તમા તેને ભાર્ગવના નોકરીના કાગળીયા કરવાના રૂ.40 હજાર રોકડા માંગતા અમદાવાદ એટીએમમાથી રૂ.40 હજાર ઊપાડીને આપેલા હતા બાદમાં જણાવેલ કે તમારૂ રીઝલ્ટ તથા નોકરીનો ઓર્ડર ઘરે કુરીયરમાં આવી જશે, તેઓ અમદાવાદ રાત હોટેલમા રોકાયેલા હતા. બીજા દીવસે ભાઈ ભાર્ગવને જેટકો રાજકોટનો એકજ્યુકેટીવ એંજીનીયરનો સહી વાળો નોકરીનો ઓર્ડર આપેલો હતો.બાદમાં ફરીવાર રૂપીયા માંગતા તેને ગુગલ પે થી ટ્રાન્સફર કરેલ હતાં.

- Advertisement -

બાદમાં યુવતીના ભાઈએ પિતાને જાણ કરી હતી અને આરોપી નોકરી અપાવતો નથી અને રૂપીયા જ માંગ્યા કરે છે તેવી વાત કરી પોતાની સાથે ચીટિંગ થયાનું સામે આવ્યું હતું બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપી પ્રતીકની ધરપકડ કરી કાયદાની ભાન કરાવ્યું હતું.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: government job
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજુલામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ
Next Article બાંગ્લાદેશીને નોકરી આપનાર કંપની અને ઓરડી ભાડે આપનાર સામે ગુનો દાખલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?