ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અયોધ્યામાં શ્રીરામની નૂતન મૂર્તિ અને નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ અખંડ રામધૂન દરમ્યાન બપોરે અને સાંજે દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. જેમાં દરરોજ ‘શ્રીરામ જય રામ જય જય રામ’ ધૂનનાં વિવિધ કલાકારો હાજરી આપશે.
- Advertisement -
ઓખા શ્રી વ્યોમાણી ધામ ખાતે આગામી તા. 15-1 ને બુધવારે સવારે 9 કલાકે સાત દિવસની અખંડ રામધૂનનો શુભારંભ થશે. આ અખંડ સંકીર્તન મહાયજ્ઞમાં આવનારા રામભકતો, સાધુ-સંતો અને મહેમાનો માટે દરરોજ બપોરે 12થી 2-30 અને સાંજે 7-30થી 9-30 મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે તથા તા. 22-1 ને બુધવારે ધુન વિરામ થશે. ઉપરોક્ત ધાર્મિક આયોજનમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા અને શ્રીરામ ભકિતનો ધર્મલાભ લેવા વિરમભા આશાભા
માણેક પરિવાર અને ધારાસભ્ય પબુભા માણેકે નિમંત્રણ પાઠવ્યું છે.



