ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
વિરપુરમાં માતૃશ્રી મોંઘીબા પ્રાથમિક શાળા અને ગર્લ્સ હાઇસ્કુલમાં તાજેતરમાં વાર્ષિક દિન ઉજવવામાં આવ્યો હતો, આ વાર્ષિકદિન ઉજવણીના ભાગરૂપે રંગા રંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળા તેમજ ગર્લ્સ હાઇસ્કુલના અમે બંને શાળાના વિદ્યાર્થીઓએ તેમજ કર્મચારીગણે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તેમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સુશીલાબેન તેમજ રાજકોટ જિલ્લા આચાર્ય સંઘના વિ.ડી.નૈયા, શાળાના માર્ગદર્શક આશાબેન જોશી તથા બંને શાળાના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
- Advertisement -
કાર્યક્રમ દરમિયાન જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ તેમજ શાળાના મોભી રઘુરામબાપા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. પૂજ્ય રધુરામ બાપાએ વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિઓને બિરદાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નયના બેન તેમજ ત્રુપ્તિબેન દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે આભાર વિધિ ગોંડલીયા સાહેબે કરી હતી. આ વાર્ષિકદિન કાર્યક્રમને સફળ બનાવવા માતૃશ્રી મોંઘીબા સ્કુલના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.