રાજકોટ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને અગવડતા ન પડે એ માટે પરાપિપળીયા ગામ ખાતે 108 એમ્બ્યુલન્સની ફાળવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય સુમિતાબેન ચાવડા અને તાલુકા પંચાયતના સભ્ય લાભુબેન હુંબલ દ્વારા અનેક વખત રાજકોટ વહીવટી તંત્ર તેમજ રાજય સરકાર સુધી રજૂઆત અને આસપાસના ગામ બેડી, ગવરીદડ, આણંદપર, બાઘી, હડાળા, કાગદડી, ખંભાળા પડધરી તાલુકાના ન્યારા, ઈશ્ર્વરીયા, સણોસરા, ખોરાણા સહિતના ગામોમાં જે નેશનલ હાઇવે તેમજ અનેક કુદરતી ભૌગોલિક પડકારો સામે સગર્ભા માતા અને નવજાત શિશુને ઘરથી હોસ્પિટલ સુધી સગડવતા મળી રહે તે માટે જિલ્લા પંચાયતના મહિલા અને સભ્ય અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના અથાગ પ્રયત્નો થકી આ એમ્બ્યુલન્સ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આજે પરાપીપળીયા ગામ ખાતેથી આ આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ, મુખ્ય જિલ્લા આરોગ્ય ડો. સિંગ તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય બેડી 3 સુમિતાબેન ચાવડા, તાલુકા પંચાયતના સભ્ય લાભુબેન
- Advertisement -
હુંબલ તેમજ ગામના પ્રથમ નાગરિક વિભાબેન હુંબલ તથા જિલ્લા કક્ષાના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે પરાપીપળીયા ગામ સહિત આજુબાજુમાં બીજા ગામના લોકો જોડાયેલા હતા. આ ગ્રામ્ય વિસ્તારના અભિપ્રાય લેતા જણાવ્યું કે અમારા વિસ્તારના મહિલા અને જિલ્લા પંચાયતના બેડી 3 મહિલા સભ્ય સુમિતાબેન ચાવડા, તાલુકા પંચાયતના મહિલા સભ્ય લાભુબેન હુંબલના અથાગ પ્રયત્નોથી આજે આ વિસ્તારની સગર્ભા અવસ્થા દરમ્યાન પડતી મુશ્કેલીને વાચા આ એમ્બ્યુલન્સ થકી મળી છે. સાથે ગ્રામજનો દ્વારા જણાવ્યું કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકોટ સાંસદ પરષોતમભાઈ રૂપાલા અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા સહિત આ વિસ્તારથી જોડાયેલા રાજયસભાના સાંસદ કેશરિદેવસિંહ, રામભાઇ મોકરીયા સહિતને આ પ્રસંગે ગ્રામજનોએ યાદ કર્યા હતા. સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનો ઋણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્વારા ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી હતી અને આગેવાનો અને જિલ્લા ભાજપને ટકોર કરતાં જણાવ્યુ હતું કે લોકોને આરોગ્યલક્ષી સેવા લોકો સુધી સરળતાથી પહોંચી શકે આ પ્રકારની વ્યવસ્થા અને સહકાર પૂરો પાડવો અને જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જિલ્લાના વડા એવા જિલ્લા કલેકટરને કુશળ અને સરળ વહીવટ બની રહે એ માટે અભિનંદન પાઠવ્યા હતા.



