મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ૬૫માં જન્મદિવસનિમિત્તે સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે સંતો-મહંતો તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વામિનારાયણના સંતો દ્વારા ફૂલનો હાર પહેરાવી અભિવાદન કરાયું હતું.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી ,મનીષભાઈ ચાંગેલા, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી ખાસ ઉપસ્થિત રહી મુખ્યંમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
- Advertisement -
આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંત માધવપ્રિયદાસજી, રાધારમણસ્વામી, હરજીવનસ્વામી તેમજ સંતગણ પરિવારએ વિજયભાઈ રૂપાણીને આર્શીવાદ પાઠવી દીર્ઘ્યાયુષ્યની સ્વામિનારાયણ ભગવાન પાસે પાર્થના કરી હતી.


