ખાસ-ખબર ન્યૂઝસુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે તળાવમા સંખ્યાબંધ માછલીઓ અને કાચબાઓના મોત થયા છે. જેમાં કોઈ અગમ્ય કારણસર માછલીઓ તેમજ જળચર જીવજંતુઓનો મોત થયા છે. તળાવમાં ઝેરી તત્વ આવી જતા માછલીના મોત થયા તેવું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા સરપંચ, તલાટી અને આરોગ્ય વિભાગ તંત્રને જાણ કરવા છતાં હજી સુધી કોઈ જ એક્શન લેવામાં આવી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા તળાવમાં સંખ્યાબંધ માછલીઓ તથા કાચબાઓના મોત થયા છે. જેમાં કોઈ અગમ્ય કારણસર માછલીઓ તેમજ જળચર જીવજંતુઓનો મોત થયા છે. તળાવમાં ઝેરી તત્વ આવી જતા માછલીઓ અને કાચબાઓના મોત થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. ત્યારે ગામના સામાજિક કાર્યકરો દ્વારા સરપંચ, તલાટી અને આરોગ્ય વિભાગ તંત્રને જાણ કરવા છતાં હજી સુધી કોઈ જ એક્શન લેવામાં આવી નથી. જેમાં તળાવમાંથી માછલીઓને કાઢી યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા તેવી ગામના લોકોની માંગ છે.
આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, તંત્ર આનો યોગ્ય નિકાલ નહીં કરે તો આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે. આ રીતે મરેલી માછલીઓને યોગ્ય નિકાલ થાય તે જરૂરી છે. આ પગલાં ત્વરિત નહીં લેવાય તો આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ મોટા રોગચાળાને નોતરે તેવી પૂરી સંભાવના છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ સ્થિતિ લાંબા સમય સુધી સાંખી શકાય તેવી નથી. તેની સાથે માછલીઓના મોત માટે જરૂરી કારણની તપાસ કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે.



