ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામ નજીક 2 દિવસ પહેલા પ્રેમીના મિત્રની હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. અને હત્યામાં નિર્દોષ પ્રેમીના મિત્રની હત્યા કરાઇ હતી. જે અન્વયે રાજુલા પો.સ્ટે. માં ગુ.ર.નં.11193050240464/2024 બી.એન.એસ. કલમ 103(2), 115(2), 189(2), 191(2), 191(3), 190, 61 તથા જી.પી. એકટ કલમ 135 મુજબનો ગુન્હો રજી. થયેલ છે. અને આ કામના ફરીયાદીના દીકરા મરણજનાર મનુભાઇ ઉર્ફે મામયો ઉ.વ.33 રહે.જામકા વાળાના મિત્ર આ કામના સાહેદ નાગભાઇ દડુભાઇ વણઝર વાળાને આ કામના આરોપી એકતાબેન હમીરભાઇ લાખણોત્રા રહે.બારપટોળી વાળી સાથે પ્રેમ સંબંધ હોય જેથી આ કામના આરોપી એકતાબેન તથા કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા તથા નાગભાઇ વાસૂરભાઇ વાઘ તથા અન્ય પાંચ અજાણ્યા આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી આરોપી એકતાબેન આ કામના સાહેદ પોતાના પ્રેમી નાગભાઇ દડુભાઇ વણઝરને જુની બારપટોળી ગામે મળવા બોલાવ્યા હતા. અને પ્રેમી તથા મરણજનાર તેનો મિત્ર મનુભાઇ સાથે મો.સા.લઇને બારપટોળી ગામે આ કામના આરોપી એકતાબેનને મળવા આવતા રસ્તા વચ્ચે આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરા રચી આરોપીઓએ એક સંપ કરી લાકડી તથા લોખંડની પાઇપો વડે પ્રેમી અને તેમના મિત્ર પર હુમલો કરતા પ્રેમી યુવક ત્યાથી પોતાનો જીવ બચાવી નાસી છૂટયો હતો.
- Advertisement -
પરંતુ તેની સાથે આવેલ તેનો મિત્ર મનુભાઇ ઉર્ફે મામયો ભોપાબાઇ મકવાણા ઉ.વ.33 ને શરીર ઉપર લાકડી તથા પાઇપ વડે માર મારી તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા નિર્દોષ પ્રેમીના મિત્રનું મોત થયુ હતું.મહે.અધિક જીલ્લા મેજી.સા.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરી નાસી ગયેલ અને આરોપીઓ નાસતા ફરતા હોય જેથી હત્યા કરનાર આરોપીઓને પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.એમ. કોલાદરાનાઓએ સુચના અને માર્ગદર્શન મુજબ ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે હીડોરણા ગામ આગળ જુની કાતર જવાના હાઇવે રોડ ઉપરથી આ કામના આરોપીઓ એક વાહન લઇ નીકળવાની ફીરાકમા છે જેથી મળેલ હકિકત આધારે પોલીસ ઇન્સ વી.એમ.કોલાદરા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ વોચમા હતી અને તે દરમ્યાન હત્યા કરનાર આરોપીઓને પકડી પાડી આરોપીઓ વીરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી રાજુલા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમા પકડાયેલ આરોપી (1) કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા ઉ.વ.33 ધંધો ખેતી રહે.જુની બારપટોળી ભમરીયા કુવાની પાસે તા.રાજુલા, (2) નાગભાઇ વાજસુરભાઈ વાઘ ઉ.વ.37 ધંધો પશુપાલનનો રહે.જસાધાર, નદી કાંઠે તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ, (3) વિપુલભાઈ મેરાભાઈ કસોટીયા ઉ.વ.28 ધંધો પશુપાલન રહે.નવા ઉગલા, બાપાસીતારામની મઢુલી પાસે તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ, (4) જયદીપભાઇ કાળુભાઇ ચૌહાણ ઉ.વ.24 ધંધો ડ્રાઇવીંગ રહે.જસાધાર, ચારચોક પાસે તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ, (5) કાળુભાઇ મંગાભાઇ મેર ઉ.વ.35 ધંધો પશુપાલન રહે.નવા ઉગલા, બાપાસીતારામની મઢુલી પાસે આ આરોપીઓને ઝડપી લઇ ગુનાના કામે વપરાયેલ હથીયારો, સ્વીફ ફોરવ્હીલ કાર તથા છ મોબાઇલ મળી કુલ 69635 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરા ચના તેમજ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ પોપટ, હેડ કોન્સ. હરપાલસિહ ગોહિલ, હેડ કોન્સ. હરેશભાઇ વાળા, પો.કોન્સ. રવીભાઇ વરૂ, હેડ કોન્સ. હરેશભાઇ કવાડ તથા પો.કોન્સ. ચંન્દ્રેશભાઇ કવાડ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.



