તાત્કાલીક સર્વે કરી વળતર ચુકવવા ધરતીપુત્રોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
મેંદરડા તાલુકા સહિત અને વિસ્તારોમાં મેઘરાજાએ અતિવૃષ્ટિ સર્જી છે. ચોમાસા દરમિયાન ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવેલ હતુ. ત્યારે 3 મહિનાની મહેનત કરી જયારે પાકો સંપૂર્ણ તૈયાર થયેલ હતા તે દરમિયાન ખૂબમોટા પ્રમાણમાં વરસાદ થતા સોયાબીન, અડદ, મગફળી, કપાસ વગેરે પાકોને નુકશાન થયેલ છે.
- Advertisement -
ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરસોતમભાઇ ઢેબરીયાની અનેક વખતની રજૂઆતો તંત્ર અને અધિકારીઓને ઘ્યાનમાં આવતા મેંદરડાના પ્રાંત અધિકારી હિરલ ભાલાળાએ ખેતીવાડી અધિકારી, તલાટી મંત્રિ અશ્ર્વીન વસીયર, ગ્રામ સેવક સહિતને સાથે રાખીને પંથકના ખેડૂતોના ખેતરોપર સ્થળ વીઝીટ કરવામાં આવી હતી અને ઝડપથી સર્વે કરાવીને ખેડૂતોને વ્હેલી તકે વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ તકે ખેડૂતો પોતાની આપવિતી જણાવતા કહ્યુ હતુ કે, સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી વ્હેલી તકે ખેડૂતોના ખાતામાં રકમ જમા કરવામાં આવે તો થોડા દિવસમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે તો પરિવાર સાથે ઉજવણી કરી શકશે.



