ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર ગત વર્ષે ખૂબ ગાજેલા પણ વરસ્યા નહી એવા અધિકારીએ ફરી દબાણ હટાવવા તજવીજ હાથ ધરી છે પણ હવે કડક કાયેવાહી કરવામાં આવશે કે સૂરસૂરિયું થશે તો સમય જ બતાવશે.સરકારી જમીનની જાળવણી તથા તેના પર થતા દબાણ અટકાવવા બાબતે પ્રાંત કચેરી તરફથી હુકમ કરવામાં આવેલ જેમાં વિસાવદર શહેરી વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન, સીટી સર્વે વિસ્તારની સરકારી જમીન તથા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકાર હસ્તકની તથા ભેસાણ તળપદની સરકારી જમીનમાં દબાણ દુર કરવા ઝુંબેશ રૂપી કાર્યવાહી કરવા તથા સદરહુ દબાણ આઇડેન્ટીફાય કરવાની કામગીરી સમયમર્યાદામાં પુર્ણ થઇ શકે તે માટે વિવિધ ખાતાના કર્મચારીઓને સોંપવામાં આવેલ છે.