કરાર આધારિત બે કર્મચારીઓની બદલી થઈ પરંતુ બંને ધ્રાંગધ્રામાં જ ફરજ બજાવે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્યમાં મોટાભાગના સરકારી વિભાગોમાં કરાર આધારિત કર્મચારીઓને રાખીને ભ્રષ્ટાચારને પૂર્ણ રૂપે નાબૂદ કરવાના બદલે વધુ પ્રોત્સાહન પૂરું પાડતું હોય તેવું નજરે પડે છે. જ્યારે આ કરાર આધારિત કર્મચારીઓને દર 6 મહીને બદલી કરવાનો પરિપત્ર પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ આ બદલીઓ માત્ર કાગળ પર જ થતી હોવાનું સામે આવ્યું છે જેના ઉત્તમ ઉદાહરણ તરીકે ધ્રાંગધ્રા સુવા સદન ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાર આધારિત બે કર્મચારીઓ ઓપરેટરની ફરજ બજાવે છે જેઓની કેટલાક ઢવસ પૂર્વે પાટડી ખાતે બદલી કરાઈ ચૂકી છે પરંતુ હકવડથી અપડાઉન કરતા કર્મચારીને પાટડી સુધી લાંબા થવું ન પડે જેથી ગજબની યુક્તિ આપનવી છે આ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પાટડી ખાતે થી ધ્રાંગધ્રા ખાતે બદલી થયેલ કર્મચારીઓને પાટડી જ રહેવા અને ધ્રાંગધ્રાના કર્મચારીઓને ધ્રાંગધ્રા ખાતે જ ફરજ નિભાવી માત્ર કાગળ પર જ કર્મચારીની બદલી દર્શાવી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
જ્યારે બંને બદલી થયેલ કર્મચારી બાબતે સબ રજિસ્ટ્રાર દિવ્યરાજ ચાવડા પણ કર્મચારીઓને બચાવતા પ્રથમ આ પ્રકારની કરાર આધારિત કર્મચારીઓની બદલી થઈ હોવાનો નનેયો ભણ્યો હતો પરંતુ બાદમાં જ્યારે બદલી અંગે પુરાવા હોવાનું જણાવતા પાટડી ખાતેથી બદલી થયેલ બે કર્મચારીઓનું અકસ્માત થયું છે જેથી આહિના કરાર આધારિત કર્મચારીઓને થોડા દિવસ કામ અર્થે રાખ્યા હોવાનો લુલો બચાવ કર્યો હતો. પરંતુ ખરેખર આ બંને કરાર આધારિત કર્મચારીઓને અહી વહીવટીય ખેલમાં ફાવટ હોય જેથી સબ રજીસ્ટ્રારને પણ કોઈ માથાકુટ વગર પોતાની હિસ્સો મળી જતો હોવાથી બદલી થવા છતાં બંને કર્મચારીઓને અહી ફરજ યથાવત રાખ્યા હોવાની ચર્ચા જાગી છે. ત્યારે અગાઉ પણ સબ રજિસ્ટ્રાર ખાતે એક કર્મચારી દસ્તાવેજી નકલ માટે 200 રૂપિયાની લાંચ લેતો વિડિયો કેદ થયો હતો અને આ વીડિયો પણ ખુબજ વાઇરલ થયો હતો જેથી સ્પષ્ટ રીતે ધ્રાંગધ્રા સબ રજીસ્ટ્રાર ચાલતા વહીવટીય ખેલ માટે જવાબદાર અધિકારી દ્વારા કરાર આધારિત કર્મચારીઓની બદલી છતાં તેઓને અહી ફરજ પર યથાવત રાખ્યા હોવાનું સામે આવે છે.