રેડીમેઇડ એસો.ની માંગણીના અનુસંધાને સાંસદ દ્વારા કમિશનરને ભલામણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢના કાળવા ચોકથી પંચહાટડી ચોક સુધીના રોડને હાલ તોડવામાં આવ્યો છે ત્યારે વિસ્તારની સલામતી માટે અંડરગ્રાઉન્ડ ફાયરસેફટી લાઇન નાખવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા દ્વારા કાળવા ચોકથી પંચહાટડી ચોક સુધીના રોડને તોડવામાં આવી રહ્યો છે.
- Advertisement -
આ ગીચ વિસ્તારમાં અનેક કોમર્શીયલ કોમ્પલેક્ષ તેમજ દુકાનો આવેલી છે. કાયમી આ વિસ્તારમાં ખરીદી માટે લોકોની ભીડ રહે છે. આ વિસ્તારમાં આગની દુર્ઘટના બને ત્યારે સમસ્યા થાય છે. થોડા સમય પહેલા આગ લાગી ત્યારે ફાયર ફાઇટરને પહોંચવામાં સમય લાગ્યો હતો. તેમજ આગ બુઝાવવામાં પણ મુશ્કેલી થઇ હતી. કાપડ એન્ડ રેડીમેઇડ એસોસિએશને વિસ્તારની સલામતી માટે હાલરોડ તોડવામાં આવ્યા છે તેમાં ફાયર સેફટી લાઇન નાખવામાં આવે એવી માંગ સાથે સાંસદને રજૂઆત કરી હતી. સાંસદે સેફટી લાઇન નાખવા સર્વે કરાવી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યુ છે.