તારીખ-૧૮/૭/૨૧ના રોજ દાખલ કરેલ ૯(નવ) ગુનાઓ બાદ વધુ તારીખ-૧૯/૭/૨૧ ના રોજ કુલ-૮ આરોપીઓ પકડી રાજકોટ રેન્જમાં ૫(પાંચ) ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ રેન્જ પોલીસ
ગુજરાત સરકાર તથા મહે. ડી.જી.પી.સાહેબ ગુ.રા.ગાંધીનગરનાઓ તરફથી રાજયમાં ચાલતી બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ ને પકડી પાડી પકડાયેલ ઇસમો ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના અન્વયે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના ( સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભુમી દ્રારકા ) જીલ્લાઓમાં એલ.સી.બી. / એસ.ઓ.જી. બ્રાંચ તથા સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની કુલ-૧૩૧ સ્પેશ્યલ ટીમો બનાવી પોતાના જીલ્લા/પો.સ્ટે. વિસ્તારોમાં ચાલતી પેટ્રોલીયમ પેદાસો (બાયોડીઝલ)ની સંગ્રહ તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃતીને નેસ્તો-નાબુદ કરી આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે ગઇ કાલ તા.૧૯/૭/૨૦૨૧ માં રાજકોટ રેન્જના જીલ્લાઓમાં બાયોડીઝલ અંગેની કુલ-૧૫૮ જગ્યાઓએ રેઇડો કરી ૫(પાંચ) ગુનાઓ દાખલ કરી બાયોડીઝલ લી.૭૫૬૦૦, કિ.રૂ.૫૫,૫૨,૮૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧,૩૧,૫૫,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કુલ-૮ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જે જોતા (૧) મેઘપર ગુ.ર.નં. ૨૬૬૭ ઇ.પી.કો કલમ-૨૭૮,૨૮૫ આરોપી સાગરભાઇ શ્રવણભાઇ તીરવા જાતે રાજપુત ઉવ.૩૧ ધંધો મેનેજર રહે. દીગ્જામ વુલનમીલ ચાલી, શંકરના મંદિર પાસે, જામનગર મુદ્દામાલ ડીઝલ જેવુ પ્રવાહી લીટર- ૧૮૦૦/- કી.રૂ. ૯૯,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી રૂ.૧૨,૪૯,૦૦૦/- (ર) ગોંડલ તાલુકા ગુ.ર.નં.૦૮૩૬ ઇ.પી.કો. કલમ ૨૭૮, ૨૮૫ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ કલમ ૩,૭,૧૧ આરોપી સાહીલભાઇ સુલેમાનભાઇ લાખા જાતે ગામેતી મુસ્લીમ ઉ.વ.૨૫ ધંધો ટ્રાન્સપોર્ટ રહે.
- Advertisement -

ગોંડલ સુમરા સોસાયટી તાજ ટાવર તા.ગોંડલ મદ્દામાલ બાયોડીઝલ લી.૧૨૦૦/- કિ.રૂ.૭૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી રૂ.૨,૪૩,૦૦૦/- (૩) ધજાળા ગુ.ર.નં. ૦૦૯૩/૨૧ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ ૩,૭,૧૧ તથા આઈ.પી.સી.ક્લમ-૨૮૫ આરોપી ઘનશ્યામભાઈ ટીગાભાઈ સરવૈયા જાતે.ત.કોળી ઉ.વ.૩૧ રહે.ધજાળા તા.સાયલા બાયો ડીઝલ કુલ લીટલ ૪૦૦ કી.રૂ.૨૬,૮૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી રૂ.૨૭,૫૦૦/- (૪) લીંબડી ગુરનં. ૦૧૬૯ ઇ.પી.કો કલમ ૨૭૮, ૨૮૫, ૧૧૪ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ ૩, ૭, ૧૧ આરોપી ગોપાલભાઇ માલદેભાઇ અસ્વાર જાતે રાજગોર બ્રાહમણ ઉવ.૩૦ ધંધો ખેતી રહે. પીપળીયા તા.જામ ખંભાળીયા વિ.ર બાયોડીઝલ લીટર-૧૨,૦૦૦ કિ.રૂ.૮,૪૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.૯,૭૨,૯૦૦/- (૫) ટંકારા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૭૦૬ ઇ.પી.કો. કલમ ૨૭૮, ૨૮૪, ૨૮૫, ૧૧૪ આરોપી અરવીંદ ભીમજીભાઇ રાજકોટીયા રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી તા.ટંકારા જી.મોરબી વિ.૪ બાયોડીઝલ લી.૬૦૨૦૦ કિ.રૂ.૪૫,૧૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૦૬,૬૩,૦૦૦/- થી રજી. કરાવી તા.૧૮-૧૯/૭/૨૦૨૧ દિન-ર માં કુલ-૧૪ ગુનાઓ રજી. કરી ૧૭-આરોપીઓને અટક કરી બાયોડીઝલ લી.૮૭૮૦૨ કિ.રૂ.૭૨,૯૯,૩૫૦/- મળી કુલ રૂ.૧,૫૫,૪૯,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે.



