લદ્દાખ માટે નેહરુએ કહ્યું હતું- ‘ઘાસનું તણખલું નથી ઊગતું’, ત્યાં મોદી રાજમાં મજબૂત થઈ રહ્યું છે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર
સૌજન્ય ઑપ ઇન્ડિયા, ગુજરાતી
એક હતા મહાન દાર્શનિક રાજનેતા જવાહરલાલ નેહરુ. મોહનદાસ ગાંધીની કૃપાથી પછીથી આપણા પહેલા વડાપ્રધાન બન્યા. હમણાં એક ચાવાળો સામાન્ય માણસ વડાપ્રધાન છે. બંનેની સરખામણી કરીએ તો કોંગ્રેસી ગુલામો ઉકળી ઉઠે છે. વાત એક રીતે સાચી પણ છે. સરખામણી કરવી એ નરેન્દ્ર દામોદરદાસ મોદીનું અપમાન છે. પણ હવે વાત નીકળી જ છે તો આગળ વધારીએ. નેહરુના વડપણ હેઠળ આપણે 1962માં ચીન સામે લડ્યા અને એવો દૂર્ભાગ્યપૂર્ણ પરાજય વેઠવો પડ્યો, જેનાથી પ્રથમ પ્રધાનમંત્રીની કારકિર્દી પર એક ડાઘ લાગી ગયો, જે આજે પણ સાફ થઈ શક્યો નથી. અક્સાઈ ચીન આપણે ગુમાવ્યું અને ત્યાં ચીન કબજો કરી બેઠું. નેહરુની અણઘડ નીતિઓ અને તેમના અમુક સાથીઓની બેદરકારી કે વધારે પડતી હોંશિયારીની દેશે કિંમત ચૂકવી. આ ભૂલો માટે પછીથી ‘હિમાલયન બ્લન્ડર’ નામનો એક શબ્દ બહુ પ્રચલિત બન્યો, જે ખરેખર તે સમયે ભારતીય સેનામાં બ્રિગેડિયર રહી ચૂકેલા જે. પી દળવીના એક પુસ્તકનું નામ છે. પુસ્તકમાં તેમણે વિગતવાર, વિસ્તૃત વર્ણન કર્યું છે અને આ યુદ્ધનું વિશ્લેષણ કર્યું છે. વસાવવા અને વાંચવા જેવું પુસ્તક છે. 10 સપ્ટેમ્બર, 1959ના દિવસે જ્યારે રાજ્યસભામાં ભારત-ચીનના તણાવભર્યા સંબંધોને લઈને ચર્ચા થતી હતી ત્યારે એક પ્રશ્નના જવાબમાં તત્કાલીન વડાપ્રધાન અને વિદેશ મંત્રી જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, લદાખ ઊંચાઈ પર આવેલી એવી જગ્યા છે, જ્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી. નેહરુએ કહ્યું હતું કે, ‘અમને જ્યારે એક વર્ષ પહેલાં 1958માં ખબર પડી કે લદ્દાખના ઉત્તર પૂર્વ ખૂણે યેહોંગ સુધી રસ્તા બની ગયા છે તો અમે ચિંતિત થઈ ગયા હતા. અમને ખબર ન હતી કે એ ક્યાં બનાવવામાં આવ્યો છે. માનનીય સાંસદે પૂછ્યું છે કે તમને અગાઉથી કેમ ખબર ન હતી? આ પ્રશ્ન બરાબર છે પણ હકીકત એ છે કે આપણે એ ક્ષેત્રના 100 માઈલ અંદર પણ નથી. આ એક નિર્જન ક્ષેત્ર છે અને કોઇ પણ પ્રકારના પ્રશાસનને આધીન નથી. ત્યાં કોઇ રહેતું નથી અને 17 હજાર ફિટ ઊંચો એવો વિસ્તાર છે કે ઘાસનું તણખલું પણ ઉગતું નથી.’
- Advertisement -
હમણાં દેશના વડાપ્રધાન સંસદમાં કહે કે ચીને હાલ આપણી એક ઇંચ જમીન પણ કબજે કરી નથી તો કોંગ્રેસીઓ હોહા કરી મૂકે છે, જ્યારે વડાપ્રધાન જે કહે છે તેના પુરાવા છે. બીજી તરફ, નેહરુના આવા બાલિશ નિવેદનનો બચાવ કરનારાઓ પણ તમને મળશે. પણ કહેવાનો અર્થ એટલો જ છે કે દેશના વડાપ્રધાન જો કોઈ વિસ્તાર વિશે આવું કહે તો તેના પ્રત્યે તેમની અને તેમની સરકારની ગંભીરતા કેટલી હશે એ સમજી શકાય એમ છે. આ બાબતનો પુરાવો પછીથી મળ્યો પણ ખરો, જ્યારે ચીને આપણી ભૂમિ કબજે કરી લીધી. આજે આ લદ્દાખ અને આસપાસના વિસ્તારોથી માંડીને છેક અરુણાચલ પ્રદેશ સુધી સરહદ પર તેજગતિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનાં કામો ચાલી રહ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં પૂરજોશથી આ કામો થાય છે ને એ હવે તો નરી આંખે દેખાય છે. આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સમાચાર આવ્યા, જે જણાવે છે કે ચીન સરહદે ઇછઘ દ્વારા ‘બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ’ પૂર ગતિ સાથે ચાલી રહ્યા છે અને લેહ જવા માટે ત્રીજો રૂટ બનાવવાનું કામ પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ રસ્તો મહત્ત્વનો એટલા માટે પણ છે કારણ કે તે તૈયાર થઈ ગયા પછી ઓલ વેધર કનેક્ટિવિટી મળશે. રિપોર્ટ જણાવે છે કે, હાલ લેહ જવા માટે ત્રણ રૂટ છે. પહેલો વાયા શ્રીનગર-કારગિલ થઈને જાય છે. બીજો રસ્તો મનાલી-રોહતાંગ થઈને જાય છે. આ રસ્તો આગળ જઈને બે ભાગમાં વહેંચાય જાય છે અને એક રૂટ પદમ અને નીમુ થઈને લેહ સાથે જોડ છે અને બીજો હિમાચલ પ્રદેશના બારાલાચા લા અને લદ્દાખમાં તંગલાંગ લાના પહાડોને પાસ કરીને લેહને જોડે છે. પણ સમસ્યા એ છે કે આ બંને રૂટ પાસે ઓલ વેધર કનેક્ટિવિટી નથી. પણ નવો રસ્તો બની રહ્યો છે, તે બારેમાસ કોઇ પણ પરિસ્થિતિમાં ઉપયોગમાં લઇ શકાશે. હાલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આ ત્રીજા રૂટ પાછળ કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં નીમુ-પદમ-દરચા રોડના ચાર કિલોમીટરના અનકટ ભાગને જોડવામાં આવશે અને મનાલી-દરચા-પદમ-નીમુ એક્સિસ પર શિંકુ લા ટનલ પર 4.1 કિલોમીટરનું બાંધકામ કરવામાં આવશે.
બંને કાર્યો હાલ પ્રાથમિક ધોરણે કરવામાં આવી રહ્યાં છે. જેમાંથી 4 કિલોમીટરના અનકટ ભાગને દોડવાનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે અને રોડ પણ તૈયાર થઈ ગયા છે. બાકીનું વધેલું કામ આગામી અમુક અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાશે. શિંકુ લા ટનલની વાત આવી છે તો નોંધીએ કે ગત જુલાઈમાં જ દ્રાસની મુલાકાત વખતે ઙખ મોદીએ આ ટનલના બાંધકામ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ વિશ્વની સૌથી ઊંચી ટનલ (લગભગ 15,800 ફિટ પર) હશે, જેનું કામ પણ પૂર્ણગતિએ થઈ રહ્યું છે અને આગામી અમુક અઠવાડિયાંમાં પૂર્ણ પણ થઈ જશે. આ ટનલ બન્યા પછી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 60 કિલોમીટર જેટલું ઘટી જશે અને નીમુ-દરચા રોડને પણ કનેક્ટિવિટી આપશે. આ આખો રૂટ એ લેહ જવા માટેનો ત્રીજો રૂટ હશે, જે ઓલ વેધર કનેક્ટિવિટી ધરાવશે. એક્સપ્રેસના રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે, પૂર્વ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલની (વાસ્તવિક નિયંત્રણ રેખા, જે ચીન સાથેની સરહદ છે) સમાનાંતરે ભારતીય બાજુએ આવેલા રોડની કનેક્ટિવિટી સ્થાપિત કરવા માટે હાલ ઇછઘ કામ કરી રહ્યું છે અને આ સૌથી પહેલી પ્રાથમિકતા છે. વધુ વિગતો જોઈએ તો, 255 કિમી લાંબા દરબક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ સિવાય હાલ કઅઈની સમાનાંતર અન્ય 2 રોડ પણ છે. એક રોડ લેહ અને ડેમચોકને કારુ અને ન્યોમા સાથે જોડે છે અને બીજો દરબકથી ન્યોમા વાયા ચુશુલ જાય છે, જે પેંગોંગ લેકની દક્ષિણે સ્થિત છે. પૂર્વ લદ્દાખમાં લેહ-ડેમચોક રોડની કનેક્ટિવિટી હાલ ઇછઘ માટે પ્રાથમિકતા છે અને તેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્લસ, રોડ એ રીતે બનાવવામાં આવ્યા છે કે ભવિષ્યમાં ડબલ લેન પણ કરી શકાય. આ બધાં જ કામો લદ્દાખમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્કર તૈયાર કરવા માટે અને કઅઈ સુધી વધુ સારી કનેક્ટિવિટી મળી શકે તે માટે કરવામાં આવી રહ્યાં છે.
એક સમયે આપણે સરકારની ભૂલના કારણે જમીન ગુમાવી હતી, આજે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બની રહ્યું છે, કોણ કહે છે વિકાસ નથી થયો?