ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
કોલકાતા આર.જી. કાર મેડિકલ કોલેજના તાલીમાર્થી મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યા બાબતે જ્યારે સમગ્ર ભારત અને તબિબ આલમની સાથે રહીને જુનાગઢ જિલ્લા ટીમ મોદીનાં કાર્યકરો અને ગુજરાત અધ્યક્ષ અનુ.જાતિ ભરતભાઈ દાફડા, જિલ્લા પ્રમુખ નિલેશભાઈ કાથડ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોલંકી મનિષાબેન, જિલ્લા મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, જિલ્લા સંગઠન મંત્રી વાઢેર દિનેશભાઇ, સંગઠન મંત્રી ચાવડા પીયુષભાઈ, જિલ્લા કોષાધ્યક્ષ વણાર એંજલભાઈ, માળિયા હાટીના તાલુકા પ્રમુખ મકવાણા દેવશીભાઇ, વિસાવદર શહેર પ્રમુખ લીંબાણી ભાસ્કરભાઈ. મેંદરડા તાલુકા પ્રમુખ મકવાણા પારશભાઈ અને માળિયા હાટીના તાલુકા ઉ. પ્રમુખ ચાવડા નરેશભાઈ સાથે જુનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું તેમ નિલેશભાઈ કાથડની યાદીમાં જણાવાયું છે.