ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા નાં માર્ગદર્શન હેઠળ આજ રોજ કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. દેવળી ગામે ગઈ કાલે 10 દબાણકારો દ્વારા દબાણ કરેલ રૂ 16 કરોડની કિંમતની 3,18,731 ચો.મી જમીન તેમજ આજરોજ 15 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 223112 ચો.મી. કિંમત આશરે રૂ. 11 કરોડની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી.
- Advertisement -
આમ 2 દિવસ માં કુલ 25 દબાણદારો દ્વારા દબાણ કરેલ આશરે 541843 ચો.મી. જમીન કિંમત આશરે રૂ.27 કરોડ ની જમીન ગ્રામ પંચાયત દ્વારા જેસીબી 4(ચાર) તેમજ 2(બે) ટ્રેકટર રાખીને જમીન ખુલ્લી કરાવવામાં આવી. હજુ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે.