ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રાજકોટને મુંજકામાં આવેલુ સેરેનીટી ગાર્ડન તથા અન્ય ફ્લેટ વિસ્તારને વહેલાસર પોલ્યુશન મુક્ત કરવા ફ્લેટ હોલ્ડર્સના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે. રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા કોસ્મોપ્લેક્ષ ટોકીઝની પાછળ પેરેડાઈઝ હોલની સામે જયશ્રી કૃષ્ણ ક્રોન્ક્રીટ પ્રા.લિ. ઈન્ડસ્ટ્રીયલ પ્લાનટ મશીનરીમાં સિમેન્ટ મિક્સીંગ પ્લાન્ટ મોટાપાયે આવેલ છે જેમાં સિમેન્ટ મીક્સીંગના પ્લાન્ટમાંથી સતત સીમેન્ટની રજ મોટાપાયે ઉડીને આ મુંજકા વિસ્તારને પ્રદુષીત કરે છે. એકદમ નજીકમાં 230 ફ્લેટની મોટી નામાંક્તિ આદર્શ ગણાતી સેરેનીટી ગાર્ડન ફ્લેટ હોલ્ડરના ફલેટ આવેલા હોય ત્યાં સીમેન્ટ રજ લઈને પ્રદૂષણનો ખૂબ જ સામનો કરવો પડી રહ્યો હોય તો ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડને લેખિત અરજી કરી બી. એમ. મકવાણાને વહેલાસર પ્લાન્ટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સફર થઈ જાય તેમ ભારપૂર્વક રજૂઆત કરી હતી.
પ્રત્યુત્તરમાં મકવાણાએ જણાવેલું કે તા. 30-3-2024ના રોજ 15 દિવસમાં પ્લાન્ટ બંધ કરી દેવો અને ગુજરાત વિદ્યુત બોર્ડને જાણ કરીને વિદ્યુત પુરવઠો બંધ કરવો તે પ્રકારે આદેશ થઈ ગયેલો, જેના ભાગરૂપે હાલ વિદ્યુત પુરવઠો બંધ કરવાનો ક્લોજર હુકમ આપેલો છે. જી.ઈ.બી.વાળા પાવર ડીસકનેક્ટ કરી ગયા તો પણ એ જનરેટર સેટ સાથે પોતાનો સીમેન્ટ પ્લાન્ટ ચાલુ રાખ્યો છે જે જરા પણ યોગ્ય નથી. ગુજરાત પોલ્યુશન બોર્ડની ઓફીસમાંથી જાણવા મળ્યું કે આમાં મામલતદારને મળી વહેલાસર તમારા પ્રશ્ર્નનો નિરાકરણ આવશે જેથી સેરેનીટી ગાર્ડન ફ્લેટ હોલ્ડર એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ મામલતદાર ઓફીસે મળવા ગયું તથા આસિસ્ટન્ટ કલેકટર નિશાબેન ચૌધરીને રજૂઆત કરી. તેમણે રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળીને વહેલાસર ઘટતુ કરવા ખાત્રી આપી હતી.