તૈયારી કરતા ઉમેદવારોએ જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
છેલ્લા ઘણા મસયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ સબ ઓડિટર, સિનિયર સર્વેયર મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ પદ્ધી દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જયારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતુ હતુ કે આ પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્ર્વનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે.
- Advertisement -
સૌથી મોટુ નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતની ભાષાનો કોઇ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનુ અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરન ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઇ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે જેને કારણે જે ભાવાનુવાદ થવુ જોઇએ તે થથુ નથી અને અર્થનો અનર્થ થઇ જાય છે.