ત્રણમાંથી એક યુઝર્સ વાઇફાઇ કોલ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) મોબાઈલ કનેક્ટિવિટીને સુધારવામાં વ્યસ્ત છે, તેમ છતાં કોલ ડ્રોપ્સની સમસ્યાનો અંત આવી રહ્યો નથી. લોકલ સર્કલે એક સર્વે કર્યો છે.
- Advertisement -
જેમાં 89 ટકા યુઝર્સે કહ્યું કે, તેઓ કોલ ડ્રોપ્સ અને કનેક્ટિવિટીની સમસ્યાથી પરેશાન છે. સર્વેમાં સામેલ 38 ટકા લોકોએ કહ્યું કે, તેમના 20 ટકા કોલ્સમાં આવી સમસ્યા આવી રહી છે. આ જ કારણ છે કે દરરોજ ત્રણમાંથી એક યુઝર્સ ઘઝઝ પ્લેટફોર્મ દ્વારા વાઇફાઇ કોલ કરી રહ્યો છે.
છેલ્લા બે વર્ષમાં નબળા કનેક્શનને કારણે 30 સેક્ધડમાં કોલ ડ્રોપ થવાની ફરિયાદ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. જો કે, ટ્રાઈએ કહ્યું કે, તે કોલ ડ્રોપ્સ અને કનેક્ટિવિટીની વધતી જતી સમસ્યાઓથી વાકેફ છે અને વધુ સારી સેવા આપવાના પ્રયાસો ચાલુ છે.
વધુ સારી અને ઝડપી સેવાનું વચન આપનારા ઓપરેટરોને ટેરિફ વધારવાની મંજૂરી આપીને વધુ જવાબદાર બનાવવામાં આવશે. લોકલ સર્કલના આ સર્વેમાં દેશના 362 જિલ્લામાંથી 32 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 64 ટકા પુરૂષો અને 36 ટકા મહિલાઓ હતા, જેમણે જવાબ આપ્યો. સર્વેક્ષણમાં ભાગ લેનારાઓમાંથી 44 ટકા ટાયર 1, 33 ટકા ટાયર 2 અને 23 ટકા ટાયર 3, 4 અને ગ્રામીણ વિસ્તારોમાંથી હતા.



