નર્મદાના સરદાર સરોવર ડેમમાં 51.67% પાણીનો સંગ્રહ
ગુજરાત રાજયમાં ચાલું સીઝનનો 30%થી વધુ વરસાદ
- Advertisement -
સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 38%, દક્ષિણ ગુજરાતમાં 36%, ઉત્તર ગુજરાતમાં 19%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 20% તેમજ કચ્છ વિસ્તારમાં 35% જેટલો વરસાદ થયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજયમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાંક દિવસથી સતત વરસાદના કારણે રાજયના જળાશયોમાં પાણીની નવી આવક થઈ રહી છે તેમ છતાં ગત વર્ષે આ સમયગાળામાં પાણીનો જેટલો જથ્થો 207 જળાશયોમાં હતો તેના કરતા હજુ ઓછો છે. રાજયની જીવાદોરી ગણાતા નર્મદા યોજનાનાં સરદાર સરોવર ડેમમાં 51.67 ટકા જેટલો જથ્થો છે. ઝોનવાઈઝ જળાશયોમાં સૌથી ઓછો જથ્થો કચ્છમાં 16.68 ટકા અને ઉતર ગુજરાતમાં 19.41 ટકા છે.
ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ સામે સીઝનનો 30 ટકાથી વધુ વરસાદ થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 36 ટકા, ઉતર ગુજરાતમાં 19 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 20 ટકા તેમજ કચ્છ વિસ્તારમાં 35 ટકા જેટલો વરસાદ થયો છે. જેના કારણે જળાશયોમાં પણ સતત નવા નીર આવી રહ્યા છે.
- Advertisement -
207 જળાશયોમાં સરેરાશ 40.37 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જે ગત વર્ષે આ સમયગાળા કરતાં 2718 એમસીએફટી જથ્થા જેટલો ઓછો છે. 15 જુલાઈની માહિતી મુજબ મધ્ય ગુજરાતનાં જળાશયોમાં 37.53 ટકા, ઉતર ગુજરાતના જળાશયોમાં હાલ 25.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં 36.91 ટકા,કચ્છમાં 22.11 ટકા, સૌરાષ્ટ્રમાં 26.97 ટકા અને સરદાર ડેમમાં 51.67 ટકા જેટલો જથ્થો છે.
મધ્ય ગુજરાતમાં અન્ય ઝોનની સરખામણીમાં વરસાદ ઓછો થયો છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વિસ્તારનાં જળાશયોમાં જ પાણીનો જથ્થો એમસીએફટી વધુ છે. ગત વર્ષે આ સમયગાળાની સરખામણીમાં હાલ કુલ 2718 એમસીએફટી જેટલો પાણીદો જથ્થો ઓછો દર્શાવે છે કે હાલ રાજયમાં વરસાદની મોટી ઘટ છે. તેના કારણે નાગરીકો અને ખેડુતો ચિંતામાં છે.
ગુજરાતનાં મોટાભાગના શહેરી સહીતનાં વિસ્તારો પીવાના પાણી માટે સરદાર સરોવર ડેમ સહીતના જળાશયો ઉપર નિર્ભર છે તો કૃષિ માટે સિંચાઈના પાણીનો મહતમ જથ્થો પણ જળાશયોના પાણી આધારીત હોવાથી ચોમાસા દરમ્યાન જળાશયોમાં પાણીની ભરપુર આવક થાય અને મહતમ લેવલ સુધી પાણીની સપાટી પહોંચે તે જરૂરી છે.
રાજયના વિવિધ જીલ્લામાં આવેલા જળાશયોમાં પાણીનો ગ્રોસ જથ્થો છે તેની સામે વપરાશમાં લઈ શકાય તે પાણીનાં જથ્થાની આવક ખુબ ઓછી છે. ઉતર ગુજરાતમાં 19.41 ટકા, મધ્ય ગુજરાતમાં 33.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 29.65 ટકા, કચ્છમાં 16.65 ટકા, સૌરાષ્ટ્રમાં 28.22 ટકા, અને સરદાર સરોવર ડેમમાં 26.07 ટકા છે., જળાશયોમાં સરેરાશ 40.37 ટકા ગ્રોસ સ્ટોરેજ સામે લાઈવ જથ્થો 26.07 ટકા જેટલો થવા જાય છે. કેટલાક જીલ્લાના જળાશયોમાં પાણીનો લાઈવ જથ્થો ખૂબ ઓછો છે.તેમાં અરવલ્લીમાં 11 ટકા, સાબરકાંઠામાં 9 ટકા, સુરતમાં 16 ટકા, દેવભૂમી દ્વારકામાં 9 ટકા, ભાવનગર-બોટાદમાં 12-12 ટકા જેટલા જથ્થાનો સમાવેશ થાય છે.