ગુરુવારે આવેદન પાઠવી બાદમાં સર્વ પક્ષીય બેઠક બોલાવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીની જાહેર શેત્રના અનેક નિગમો કંપનીઓ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુ ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પૂરું પાડતી વીજ કંપનીનું વિકાસના નામે ખાનગીકરણ કરી જાહેર જનતાને લૂંટી ખાનગી કંપની ઓને લાભ અપાવવાના મલિન ઇરાદા સાથે હાલ તાજેતરમાં જાહેર જનતાની સહમતી વિના પ્રી પેઇડ સમાર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેના ચાર્જીસ અનેક ઘણા વધારે છે જે સામાન્ય જનતા ને પરવડે નહિ
ત્યારે આ પ્રિ પેઇદ સ્માર્ટ વીજ મીટર લગાવવાના વિરોધમા કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા આગામી ગુરુવાર તા. 23/05/2024ના રોજ કલેકટર તેમજ સબંધિત વિભાગને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે ત્યાર બાદ જૂનાગઢ શહેર જિલ્લાની એન.જી.ઓ.સામાજિક સંસ્થાઓ તેમજ સર્વ પક્ષીય આગેવાનોની એક બેઠક બોલાવી ઉપરોક્ત બાબતે આગામી રણ નીતિ ઘડવામાં આવશે. તેમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ સોહીલ સિદ્દીકી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.