૧૪૫૦ કવીન્ટલ મગફળી, તલ સફેદ ૫૦૦ કવીન્ટલ અને જીરૂ ૩૦૦ કવીન્ટલ આવક
રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે. આંશીક લોકાડાઉન આંશીક મૂક્તિ મળતાં માર્કેટીંગ યાર્ડ પુનઃ ધમધમતા થયા છે.
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૫૦૦ કવીન્ટલ સફેદ તલ અને મગફળી ૧૪૫૦ કવીન્ટલ અને જીરૂ ૩૦૦ કવીન્ટલ સહિત કુલ ૨૨૮૦ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂા. ૧.૬૦ કરોડનું ટર્નઓવર થયું છે. થયું છે.
- Advertisement -
જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૧૦૦૦ થી મહત્તમ રૂા. ૧૬૦૫ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.


