સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.
રીંગણીનું વાવેતર ધરાવતા ખેડૂતોએ ફુલ/ફળ અવસ્થાએ સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ડાયફેન્થાયુરોન ૫૦ ટકા વે.પા. ૧૬ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૫ મિ.લી. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ફળ અને ડોકાની ઈયળોનો ઉપદ્રવ હોય તો નુકશાન પામેલ ફળ અને ડોકા તોડીને જમીનમાં દાંટી દેવા અને ક્લોરાનટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી (રીનાક્ષીપાયર) દવા ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો તેવી કૃષિ વૈજ્ઞાનીક ભલામણ તરઘડિયા સ્થિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.


