નિવૃત્ત શિક્ષકના પુત્રના રિસેપ્શનમાં મળેલા કવર, દાગીના, મોબાઈલ સહિત 3.82 લાખની મત્તા ભરેલી બેગની ચોરી
બિન બુલાયે બારાતી માફક આવેલી એક છોકરી સામે નોંધાઇ ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એક તરફ લગ્ન પ્રસંગની સિઝન શરૂ થઈ છે અને બીજી તરફ વિવિધ પ્રસંગોમાં બિન બુલાયે બારાતીની માફક ઘૂસી જતા તસ્કરોની ટોળકી પણ સક્રિય થઈ છે અગાઉ પણ આ પ્રકારે નોંધાયેલ ચોરીનો ભેદ હજુ અનડિટેકત છે ત્યા ગત રાત્રે નવા રિંગ રોડ ઉપર પાર્ટી પ્લોટમાં યોજાયેલ રિસેપ્શન પ્રસંગમાં એક છોકરી 3.82 લાખની મતા ભરેલો થેલો ચોરી જતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના એરપોર્ટ રોડ ઉપર ગ્રીન પાર્કમાં રહેતા નિવૃત શિક્ષક વિલાસગિરિ હેમગિરિ ગોસ્વામી ઉ.58એ તાલુકા પોલીસમાં એક અજાણી છોકરી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સંતાનમાં બે પૂત્ર છે મોટા પૂત્ર અભિના લગ્ન કર્યા હોય ગઈકાલે નવા રિંગ રોડ ઉપર કરણ પાર્ટી પ્લોટ ખાતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે પોણા નવેક વાગ્યે શરૂ થયું હતું સ્ટેજ ઉપર હું, મારા પત્ની, પૂત્ર અને પુત્રવધૂ ચાર લોકો બેઠા હતા મહેમાનો તરફથી મળતી ગિફ્ટ, રોકડ, પત્નીનો મોબાઈલ, દાગીના વગેરે અમે એક બેગમાં રાખતા હતા અને બેગ સોફા પાછળ રાખ હતી દરમિયાન પાડોશી ભરતભાઇ વાઘેલાએ આવી તમે જે દાગીના, ગિફ્ટ રાખતા હતા તે બેગ એક છોકરી લઈને ભાગી ગઈ છે અમે પીછો કર્યો પરંતુ તે હાથમાં આવી નથી તેમ જણાવતા તુરંત કંટ્રોલમાં ફોન કરતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો બેગમાં મારી પત્નીનો 1 લાખનો ફોન, કવરમાં આવેલા આશરે 80 હજાર રોકડ, વેવાઈએ આપેલ સોનાનું દોઢ લાખનું કળું, 50 હજારની સોનાની બુટી અને 20ની નોટોનું બંડલ સહિત 3.82 લાખની મતા ચોરી થઈ ગયાનું જણાવતા પીએસઆઈ ડીંડોરએ તપાસ હાથ ધરી છે.