ઉના – વેરાવળ એસટી બસ બની ધક્કા ગાડી, મુસાફરોને પરેશાની
ખાસ-ખબર સંવાદદાતા
ઉના વેરાવળ એસ.ટી બસ ઘાટવડ બસ અચાનક ખામી સર્જાતા બંધ પડી હતી એસટી વિભાગના સલામત સવારી એસટી અમારીના સુત્રના ધજાગરા જોવા મળ્યા હતા ત્યારે સલામત સવારીને બદલે એસટીને ધકકા મારીને ચલાવી હતી એસટી તંત્ર દ્રારા બસોનું બરાબર મેન્ટનન્સ નહી થતા અનેક એવી એસટી બસો રોડ ઉપર ઊભી રહી જવાના કારણે મુસાફરો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે એસટી બસ રોડ પર અચાનક બંધ થતા ટ્રાફીક જામ પણ થયો હતો અને મુસાફરો હેરાન પરેશાન થયા હતા.