વિસાવદરની સરકારી હાઇસ્કૂલનો શંકાસ્પદ ડમી એડમિશન કાંડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
વિસાવદર સરકારી હાઇસ્કૂલમાં ડમી એડમિશન ચાલતા હોવાનો આમ આદમી પાટી દ્વારા પર્દાફાશ કરાવમાં આવ્યો છે. વિસાવદરની સરકારી હાઈસ્કૂલમાં આમ આદમી પાટીના આગેવાનોએ ડમીએ એડમિશનની મળેલી રજુઆત બાદ ખરાઇ કરવા રૂબરૂ દોડી ગયા હતા. આમ આદમી પાટના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશભાઇ સાવલીયાએ પ્રમુ હરેશભાઇ સાવલીયાએ જણાવ્યુ હતુ કે, શાળાના રેકોર્ડ તપાસવામાં આવતા ધો.9 થી 12માં કુલ 90 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન થયેલા છે જેમાંથી માત્ર 40 થી 42 વિદ્યાર્થીઓ હાજર હતા. આગેવાનોએ શાળાના કર્મચારીઓ પાસે કેટલા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરી છે તે અંગેની વિગત માંગતીએ તો તેમાં 63 વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવાનુ સામે આવ્યુ હતુ. 20 થી 22 વિદ્યાર્થીઓની શિક્ષકો દ્વારા ખોટી હાજરી પુરવામાં આવી હોવાનું સામે આવતા શાળાના જવાબદાર શિક્ષકો પાસે તે અંગેનો જવાબ દર5હ શકયા ન હતા.
- Advertisement -
ત્યાર બાદ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઇ-મેઇલ મારફત લેખિત ફરિયાદ કરવાનું જણાવતા આગેવાનોએ ફરિયાદ કરી હતી. આવી રીતે ખોટા એડમિશન દાખલ કરી શાળા બંધ ન થાય તે માટેના આવા કૃત્ય કરવામાં આવતા હોવાનું સ્પષ્ટ થઇ ગયુ હોવાનો આક્ષેપો છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે.