ઉત્તરાયણ પર્વે ત્રણ જિલ્લાના ખેડૂતો પતંગ ચગાવી વિરોધ કરશે
સરકારે કંઇ નિર્ણય ન લેતાં ભાજપની પતંગ ગિર ગામડાંઓમાં કપાશે: પ્રવીણ રામ
- Advertisement -
વધુ એક તહેવારમાં ઇકોઝોનનો અનોખા વિરોધ સાથે ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવાનું સરકાર દ્વારા જ્યારથી નોટિફિકેશન બહાર પડ્યું છે ત્યારથી રાજકીય પાર્ટીઓ અને ખેડૂત આગેવાનો દ્વારા કોઈના કોઈ પ્રકારે ઇકોઝોન નાબુદીનો વિરોધ કરી રહ્યા છે.અનેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂત સંમેલન બોલાવી વિરોધનો વંટોળ ઉભો થયો છે.એવા સમયે સરકાર હજુ સુધી કોઈ નિર્ણય જાહેર થયો નથી ત્યારે નવરાત્રી પર્વ અને દિવાળીમાં પણ તેહવારોમાં પણ ઇકોઝોન હટાવવા માટે ખેડૂતોએ કાળીચૌદશના દિવસે ઇકોઝોન કકળાટ કાઢીને ફટાકડા ફોડી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે વધુ એકવાર ઉતરાયણ પર્વમાં ઇકોઝોન કાયદાની પતંગ ચગાવી કાપી નાખીને અનોખો વિરોધ કરવામાં આવશે. ઇકોઝોનના મુદ્દાને લઈને ઈકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે એક જાહેર પ્રોગ્રામ કર્યો છે. જેમાં ગીર વિસ્તારમાં આ વખતે ઉતરાયણનો તહેવાર કઈક અલગ રીતે ઉજવી ઈકોઝોનનો વિરોધ કરવામાં આવશે.આપનેતા પ્રવીણ રામે વિડિયો મારફત જણાવ્યું કે આ વખતે ઉત્તરાયણમાં ઇકોઝોન સાથેના સ્ટીકરો વાળા પતંગો, ફુગ્ગાઓ અને બલૂન ચગાવી ત્યાર બાદ એમને કાપી નાખવામાં આવશે અને ઇકોઝોનના પતંગો કાપી ભાજપ સરકારને એક સંદેશ આપવામાં આવશે કે સરકાર જો ઇકોઝોન લાગુ કરશે તો ગીરના લોકોએ જેમ પતંગ કાપી નાખી એમ ઈકોઝોનને પણ કાપી નાખશે અને વધુમાં પ્રવીણ રામે જણાવ્યું હતું કે, જો સરકાર હજુ પણ નઈ અટકે તો આવનારા દિવસોમાં ગીરના લોકો ભાજપની પતંગને કાપીને ગીરમાં બીજી કોઈ પતંગ ચગાવી દેશે તેવો સંદેશો આપ્યો છે. ગીર પંથકમાં પ્રથમવાર ગત નવરાત્રી અને દિવાળીના તહેવારમાં અનોખી રીતે ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો. નવરાત્રી અને દિવાળીના તહેવારમાં અનોખી રીતે ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરયિમન ઇકો ઝોનના બેનર લઇ બાળાઓ ગરબે ઘુમી હતી, તો ઇકો ઝોનના ચીંથરા ઉડાવતા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી થઇ હતી. હવે ઉતરાયણના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગીર પંથકના તમામ ગામની અંદર ઇકો ઝોનનો વિરોધ કરતી પતંગ તૈયાર કરી તેને ચગાવી એક બીજા દ્વારા કાપવામાં આવશે તેવો કાર્યક્રમ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ દ્વારા જાહેર કરવામાં આવયો છે. ઇકો ઝોનનો વિરોધ કરતા પતંગ, બલૂન, ફુગા અને રાક્ષસ ચગાવવામાં આવશે. તેને એકબીજા કાપી ગીરમાં પ્રથમવાર ઉતરાયણના દિવસે વિરોધ કરવામાં આવશે. હાલ ગીર પંથકમાં મોટા ભાગના નેતાઓ ભાજપના ચૂંટાયેલા છે જેથી ગીરમાં ભાજપના ચૂંટાયેલા છે જેથી ગીરમાં ભાજપની પતંગ ચગી રહી છે.
પરંતુ જો સરકાર ઇકો ઝોન લાગુ કરશે તો જેમ પતંગ કપાઇ રહી છે તેમ ભાજપની પણ પતંગ આવનારા સમયમાં કાપી નાખવામાં આવશે. તેવો વિરોધ વ્યકત કરવામાં આવશે. સરકાર બળજબરીથી ગીરમાં ઇકો ઝોન થોપી બેસાડવાના પ્રયત્નો કરશે તે કયારેય ચલાવી લેવામાં નહીં આવે તેવો રોષ વ્યક્ત કરાયો હતો. જાહેરનામું પ્રસિદ્ધ થયાને સાડા ચાર માસથી વધુ સમય થયો હોવા છતા હજુ ઇકો ઝોનનો વિરોધ બંધ થવાનું નામ લેતો નથી 60 દિવસ વાંધા સુચનો રજૂ કરવાનો સમય આપ્યો હતો ને હવે તે સમય પણ પુરો થઇ ગયો છે છતા ગામડે ગામડે આંદોલનના કાર્યક્રમ નકકી થયો અને કયાંક આંદોલનનો થઇ પણ રહ્યા છે. હવે સરકાર પણ રોષ સારી રીતે પારખી ગઇ ઓવાથી સમગ્ર પ્રક્રિયામાં સમય પસાર કરી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોર્ટના બહાના સહિતના અનેક મુદે સરકાર અને વનતંત્ર ગીર પંથકમાં ખોટુ સાબિત થયુ હોવાના આમ આદમી પાર્ટીના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે.