નીતીશના NDAમાં પાછા જવાની ચર્ચાએ જોર પકડ્યું
રાજભવન પહોંચતા પહેલા સીએમ નીતિશે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા બિહારમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોંચી ગયા છે. હાલમાં જેડીયુના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ નીતીશ કુમાર સાથે છે. રાજભવન પહોંચતા પહેલા સીએમ નીતિશે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. નીતીશ કુમારના અચાનક રાજ્યપાલ પ્રત્યેના અભિગમને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી નીતીશના ગઉઅમાં પાછા જવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતાં આ અટકળો વધુ તેજ બની હતી. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે જેડીયુ અને નીતીશ કુમારના એનડીએમાં પાછા ફરવાની સંભાવના પર નિવેદન આપ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે શું નીતિશ કુમાર માટે ગઉઅના દરવાજા હજુ પણ ખુલ્લા છે? તેના જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું- જો પ્રસ્તાવ આવશે તો અમે તેના પર વિચાર કરીશું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે વિધાનસભાના બજેટ સત્રને લઈને રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી.
બિહારમાં મોટી રાજકીય હલચલ: CM નીતીશ કુમાર રાજ્યપાલને મળવા પહોંચ્યા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/4-38.gif)