ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિક્ધડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિક્ધડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિક્ધડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુસેજ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ડે-ટુ-ડે લાઇફમાં સામેલ થઇ રહ્યું છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિક્ધડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે.આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, એ.આઇ., આઇ. ટી., બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિક્ધડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે. આજે ગુજરાતને નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવ્યું છે અને હવે ભવિષ્યના વિશ્વ તરફ દૃષ્ટિ રાખીને રાજ્યને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ છે. સેમિક્ધડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માટેનો આ સેમિનાર પણ તેને સુસંગત છે તેમ તેમણે ઉમેર્યું હતું. ફ્યુચર રેડી ઇન્ડીયા માટે ફ્યુચર રેડી ગુજરાત’ બનાવવા માટેની પ્રતિબદ્ધ છે. સેમિક્ધડક્ટર- ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા યુગના ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકીને વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદીનાં આત્મનિર્ભર ભારતનાં વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.
આ અંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યુ હતુ કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં આદણીય વડાપ્રધાનશ્રીનાં વિઝનથી શરૂ થયેલું એવું મોડેલ છે જેનાં કારણે ગુજરાતમાં નવી ટેકનોલોજી અને નવા ઉદ્યોગો આવ્યાં છે. આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ. અને એગ્રીમન્ટ થયાં છે તે વિકાસીત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે પ્રધાનમંત્રીશ્રીનાં વિઝનને જમીમન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે.
સેમિક્ધડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરીયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયાં હતા.
આ સેમિનારમાં સીનિયર ડેપ્યુટી ડાયરેક્ટર મેતી શનાકા કાઝુસીંગે, નીતિ આયોગનાં સુમન બેરી, રાજ્યનાં મુખ્યસચિવ રાજકુમાર, ભારત સરકારનાં સચિવ એસ.ક્રિષ્નન, રાજ્યનાં અગ્ર સચિવ મોના ખંધાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.