ગુજરાતી ડિરેક્ટરને આ પહેલાં પણ સિંગાપોર, લોસ એન્જલ્સ, ઇટાલીમાં ઍવોર્ડ મળી ચૂક્યા છે
દિગ્દર્શક હારિતઋષિ પુરોહિત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ફિલ્મ અને વેબસિરીઝને વૈશ્વીક આવકાર મળી રહ્યો છે. આપણે તો ધીરુભાઈ, લેટ ધેમ પ્લે ફેમ હારિતઋષિ પુરોહિત દ્વારા દિગ્દર્શીત છેલ્લી ચાને ઇન્ટરનેશનલ તખ્તા પર આ બહુમાન મળી રહ્યું છે. પેરિસ જગતભરના ફિલ્મો માટે સ્વર્ગ ગણાય છે. આ નામાંકિત પેરીસ ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ વેબ અને સોશ્યિલ પ્લેટફોર્મની કેટેગરીમાં આખી દુનિયામાં થી 83 જેટલી એન્ટ્રી આવી હતી અને તેમાંથી છેલ્લી ચા સિઝન 2ને પસંદ કરવામાં આવી છે. છેલ્લી ચાની આ સિઝનમાં વર્ક પ્રેસર,ફેમિલી પ્રેસર અને રોમાંટિક અવઢવમાં થી જીવનનો અનોખો રસ્તો કાઢતા પ્રેમીઓની હૂંફાળી રજુઆત છે. અનેક એડ ફિલ્મ, ડોક્યુમેન્ટરી બનાવનાર સેવન્થ સેન્સ કોન્સેપ્ટ્સ બેનર નીચે આ વેબ સિરીઝ બનેલ છે. આ સિરીઝના નિર્માતા ભાર્ગવ ત્રિવેદી છે. ફ્રેશ અને ટેલેન્ટેડ અભિનેતાઓ વિરાજ વિજય પાટડીયા, મનાલી જોશી, વૃંદા નથવાણી, શૃંગાર રૂઘાણી, હૂસેન પોપટિયા, હિના ભટ્ટ, ભવિતા જેઠવા, ચેતન છાયા, મનીષ પારેખે અને સત્યજિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના કેમેરા મેન: જય નથવાણી, સંગીત: જયદિપ રાવલ, ગીત:અલ્પેશ ’પાગલ’, હેર મેક અપ : અંજલી દેસાઈ એડિટર: આકાશ મેવાડા, ઉદઘોષક : વિશાલ ભટ્ટ, સહાયક નિર્માતા: કુણાલ ભટ્ટ, મુખ્ય સહાયક દિગ્દર્શક: અનેરી કારિયા,સહાયક કેમેરા મેન: યોગેશ સોલંકી જેવા કસબીઓ એ કામ કરેલ છે. છેલ્લી ચા શેમારુ પર જોવા મળે છે. શુભેચ્છાઓ અને વધુ માહિતી માટે વોટ્સએપ્પ 79846 98965 કરો.