હાઉસિંગ બોર્ડના આવાસમાં કૌભાંડ: સ્થાનિકોની PM-CMને ન્યાય માટે અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાલાવડ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા કૌભાંડ થયું હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. જેમાં ડેવલોપરે ઓછું બાંધકામ કરીને રૂ. 7 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ આવાસમાં 1,164 ફ્લેટ આવેલા છે, જેમાં 4 હજાર કરતા વધુ લોકો વસવાટ કરે છે. આ તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપિંડી થઈ છે. તેમજ બાંધકામમાં પણ અનેક ક્ષતિઓ હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ સમગ્ર મામલે ઙખ અને ઈખને દરમિયાનગીરી કરવા અપીલ પણ કરી છે.
આ વિસ્તારમાં રહેતા ભીખાલાલ સહાયતાનાં જણાવ્યા મુજબ, આ હાઉસિંગ બોર્ડના અલગ-અલગ કેટેગરીના ફ્લેટમાં બાંધકામ ઓછું કરાયું છે. જેમાં કઈંૠમાં 1.8 સ્ક્વેર મીટર ઓછું, ખઈંૠ-1માં 3.7 સ્કવેર મીટર ઓછું અને ખઈંૠ-2માં 3.5 સ્કેવર મીટર બાંધકામ ઓછું કરાયું છે. આ બાંધકામ ઓછું હોવાને કારણે રૂ. 7 કરોડથી વધારેનું ફ્લેટ ધારકોને નુકસાન થયું છે. તેમજ તમામ રકમની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવી પડી છે. છખઈ દ્વારા કરવામાં આવેલી ફ્લેટની માપણી અને કેગના રિપોર્ટમાં આ બાબતનો ખુલાસો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,
આ મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.
જેમાં હાઉસિંગ બોર્ડથી લઈને કોર્ટ સુધી રજૂઆત કર્યા છતાં અમારી સમસ્યાનો કોઈપણ ઉકેલ આવ્યો નથી. ત્યારે હાઉસિંગ બોર્ડનાં આ તમામ 1,164 ફ્લેટ ધારકોને તેમણે ભરેલી વધારાની રકમ પરત આપવામાં આવે તેવી અમારી માંગ છે. એટલું જ નવા બાંધકામમાં પણ અનેક ક્ષતિઓ છે, જે તાત્કાલિક દૂર કરવામાં આવે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે બનેલા આ આવાસનાં રહેવાસીઓને ન્યાય અપાવવા ઙખ અને ઈખને દરમિયાનગીરી કરવાની અપીલ પણ તેમણે કરી હતી.
સમગ્ર મામલે સ્થાનિક મહિલા તસનીમબેન ભારમલે જણાવ્યું હતું કે, હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા ફ્લેટધારકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આ ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસમીટર એરિયાનો નિર્દેશ કરાયો છે. જોકે, મનપા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારે હાઉસિંગ બોર્ડના ફ્લેટ ધારકોનર કુલ 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યાનો ખુલાસો થયો છે.
- Advertisement -
આ અંગે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ઉપરાંત અહીં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. સોલાર પેનલની વાત હતી તે પણ મુકવામાં આવી નથી. કોમન પ્લોટની જગ્યામાં ઓફિસ તેમજ ગેરકાયદે દુકાનો પણ ખડકી દેવામાં આવી છે. ત્યારે આ અંગે તાત્કાલિક જરૂરી પગલાં લેવાય તેવી અમારી માંગ છે.