‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ICCC એક્શનમાં
જાહેરમાં ગંદકી કરતા લોકો પર CCTVથી રખાશે નજર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવા તેમજ ફરિયાદોના ઝડપી નિવારણ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ઈંઈઈઈ) એક્શનમાં આવ્યું છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત તા. 15-12-2023 ના રોજ 15 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1 હજાર કેમેરા દ્વારા દરરોજ 1 હજાર 715 લોકેશન ચેક કરવામાં આવે છે, જે અંતર્ગત કુલ 470 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.15-12-2023 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 23 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનિટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં જ ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. ઉપરોકત કામગિરી માનનીય મ્યુ. કમિશનર શ્રી આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનર શ્રીના સુપરવિઝન હેઠળ, કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર શ્રી વત્સલ પટેલ તેમજ તાબા હેઠળના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.