ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે. જેમાંથી પ્રેરણા લઈને તાજેતરમાં વટવા પોલીસ સ્ટેશનમાં પણ પ્રમોશન મેળવેલ કોન્સ્ટેબલને બાજુ ઉપર હેડ કોન્સ્ટેબલની રીબીન (ફિતી) સાથેના ટાઇટલ સોલ્ડર લગાડી, સન્માન કરવામાં આવ્યું છે.
- Advertisement -
તાજેતરમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા ઘણા બધા પોલીસ જવાનોને પોલીસ કોન્સ.ને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. જેમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા (1) પો.કો. મેહુલભાઈ દેસાઈ, (2) પો.કો. ગોપાલસિંહ રાઠવા, (3) પો.કો. દિનેશભાઈ દેસાઈ, (4) પો.કો. રાજદીપસિંહ ઝાલા, (5) પો.કો. હિતેન્દ્રસિંહ વાળા તથા (6) પો.કો. રામદેવસિંહ ગોહિલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. આ વટવા પોલીસ સ્ટેશનના છ (6) પો. કોન્સ. ને હેડ કોન્સ. તરીકે પ્રમોશન મળતા, જેસીપી સેક્ટર 02, જયપાલસિંહ રાઠોડ તથા ડીસીપી, ઝોન 06, રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, વટવા પીઆઈ પી.બી.ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં તેઓ દ્વારા વટવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા પોતાની જાતે ગણવેશ ઉપર હેડ કોન્સ.ના હોદ્દાના રીબીન (ફીતી) લગાડી, બહુમાન કરીને, પોલીસ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરજ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રમોશન અંગે તેમજ નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયી હતી.