ચારેય મહાનગરનાં પોલીસ સ્ટેશન હાઇટેક CCTVથી સજજ
લોકઅપ, એન્ટ્રી-એક્ઝિટ, PI-PSI ચેમ્બર સહિતની જગ્યાએ રખાશે નજર
- Advertisement -
18 મહિનાનું રેકોર્ડિંગ પણ સાચવવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં હાલ 650 પોલીસ સ્ટેશન આવેલાં છે. રાજ્યભરનાં પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક CCTV લગાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -
આ પહેલાં 12 ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ ઈઈઝટ કેમેરા લગાવવા જોઇએ. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે આ ઈઈઝટ કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા પીડિતોની ફરિયાદ ન લેવી, આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો સામે આવી હતી. પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી, પરંતુ હવે ઈઈઝટ કેમેરા સજ્જ હોવાના કારણે કેવી રીતે આરોપીનું મોત થયું એની માહિતી પણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આવો જાણીએ ચાર મહાનગરમાં ક્યાં ક્યાં કેટલા ઈઈઝટ લગાવવામાં આવ્યા છે.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ મુજબ રાજકોટ શહેરનાં તમામ 15 પોલીસ સ્ટેશનમાં જૂના કેમેરાની જગ્યાએ નવા કેમેરા સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે અને એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ચાર એડિશનલ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જેમાં ઙઈં ચેમ્બર, ઙજઈં ચેમ્બર, વોશરૂમ તરફ જવા માટે લોબીમાં અને એક અન્ય મળી કુલ ચાર વધારાના કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તમામ કેમેરા હાઈટેક પ્રકારના આધુનિક હોવાથી તેમાં ઓડિયો-વીડિયો સાથે રેકોર્ડિંગ કરી શકાશે. આ કેમેરા મદદથી પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીની પારદર્શિતામાં વધારો થશે અને નાગરિક તેમજ માનવ અધિકારોની સુરક્ષા સુનિશ્ર્ચિત થશે. મેક્સિમમ સ્ટોરેજ રેકોર્ડિંગ થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 30 દિવસનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ક્ષમતામાં વધારો કરી 180 દિવસનું રેકોર્ડિંગ થઇ શકે એ મુજબ આયોજન કરવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના જણાવ્યા અનુસાર, શહેરનાં મુખ્ય 49 પોલીસ સ્ટેશન, 14 ટ્રાફિક-પોલીસ સ્ટેશન, 2 મહિલા પોલીસ સ્ટેશન, એજન્સી, ઉઈઇ ક્રાઈમ બ્રાન્ચ, જઘૠ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે CCTVકેમેરા લગાવવામાં આવી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાવવાની પ્રક્રિયા અગાઉથી નિર્ધારિત વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવી રહી છે.