સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં 2023 ના અહેવાલ મુજબ બનાસકાંઠા,મહેસાણા અને પાટણ સૌથી વધુ પાણીનો ઉપયોગ કરે છે
છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં આઠ સિઝનમાં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે, નર્મદા નદીનાં પાણી શહેરો અને ઉત્તર ગુજરાતનાં કેટલાક પ્રદેશોમાં પહોંચતાં જમીની પાણીની સપાટીમાં પણ સુધારો થયો છે. ગુજરાતમાં અડધાથી વધુ ભૂગર્ભજળ રિચાર્જ કરવામાં આવે છે, એવું સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં 2023ના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
- Advertisement -
સપ્ટેમ્બરનાં અંત સુધી ચાલુ રહેલાં મુશળધાર વરસાદે પાણીનાં વ્યવસ્થાપનના મુદ્દાને તીવ્ર ફોકસ હેઠળ મૂક્યો છે. એક અસામાન્ય ઉદાહરણમાં, ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં આ વર્ષે લગભગ 100 ટકા મોસમી વરસાદ થયો છે કારણ કે એકંદરે વરસાદ સરેરાશ કરતાં 36 ટકા વધુ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં અહેવાલ મુજબ, સૌથી વધુ ભૂગર્ભજળનો વપરાશ કરતાં ટોચનાં ત્રણ જિલ્લાઓમાં બનાસકાંઠા 115 ટકા , મહેસાણા 108 ટકા અને પાટણ 99 ટકા નો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ જેમ કે ટપક/છંટકાવની સિંચાઈ અને જમીનમાં ભેજ શોધવાની તપાસ દ્વારા ચોક્કસ સિંચાઈ જેવી જળ-કાર્યક્ષમ તકનીકોને અપનાવીને ભૂગર્ભજળના સંસાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ક્રમશ: વધી રહેલાં ભૂગર્ભજળ ડ્રાફ્ટને ધ્યાનમાં રાખીને, ડ્રાફ્ટના ચોક્કસ અંદાજ માટે કુવાઓ/ટ્યુબવેલને માપન ઉપકરણો સાથે ફીટ કરવામાં આવે તે આવશ્યક છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, થોડાક દાયકાઓ પહેલાંની પરિસ્થિતિની સરખામણીમાં, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર જેવાં પ્રદેશોમાં બહુવિધ પરિબળોને કારણે જળ સુરક્ષામાં ચોક્કસ સુધારો થયો છે. “પરંતુ હવામાનની બદલાતી ગતિશીલતા, પાણીનાં વપરાશ અને શહેરીકરણના વધતાં દબાણને સમજવાની જરૂરિયાત છે.
- Advertisement -
ભુગર્ભજળનાં બદલાતાં સ્તરો :
ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં, મે 2014માં લગભગ 14 ટકા કુવાઓમાં ભૂગર્ભજળનું સ્તર 20 મીટરથી નીચે હતું. મે 2022 સુધીમાં, આ ટકાવારી સહેજ વધીને 15 ટકા થઈ ગઈ હતી, જે તમામ પ્રદેશોમાં સૌથી વધુ છે.
ઉત્તર ગુજરાતમાં પાણી 52 મીટર નીચે હતું , જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઉપર 29 મીટરે પાણી હતું . જે 2014માં નોંધાયેલા 61 મીટરની ઊંડાઈ કરતાં સુધર્યું છે
સમગ્ર ગુજરાતમાં, 60 ટકા કુવાઓમાં પાણીનું સ્તર 5 અને 20 મીટરની વચ્ચે હતું. લગભગ 31.5 ટકા પાણી 5 મીટરની ઉપર છે જ્યારે 8.5 ટકામાં 20 મીટરની નીચે પાણી હતું ગુજરાતમાં ભૂગર્ભજળના વપરાશની પેટર્ન દર્શાવે છે કે 92 ટકા પાણી સિંચાઈ માટે, 6.5 ટકા સ્થાનિક ઉપયોગ માટે અને બાકીના 1.5 ટકા પાણી ઔદ્યોગિક ઉપયોગ માટે વપરાય છે.