સ્માર્ટફોન યુઝર દિવસમાં 70-80 વખત ફોનને હાથ અડાડે છે
ખાસ-ખબર સંવાદદાતા
એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે દર બેમાંથી એક (50 ટકા) ભારતીય યુઝર્સ કોઇપણ કારણ વગર પોતાના સ્માર્ટ ફોનને ઓપરેટ કરવાનું શરૂ કરી દે છે.
ગ્લોબલ મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગ ફર્મ બોસ્ટન ક્ધસલ્ટિંગ ગ્રુપ (બીસીજી) અનુસાર, એક સામાન્ય સ્માર્ટફોન યુઝર દિવસમાં 70-80 વખત ફોનને હાથ અડાડે છે. સેન્ટર ફોર કસ્ટમર ઇનસાઇટસ ઇન્ડિયાના લીડ કનિકા સાંધીએ જણાવ્યું હતું કે, અમારા સંશોધનમાં અમે નોંધ્યુ છે કે લગભગ પ0 ટકા યુઝર્સને જાણ જ નથી હોતી કે તેઓ શા માટે ફોનને અડી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ ફોનનો વારંવાર ઉપયોગ કરવાની તેમની ટેવ છે.
આ અહેવાલ 1,000થી વધુ યુઝર્સના કિલક/સ્વેપ ડેટા તથા સમગ્ર ભારતમાં કરવામાં આવેલા ક્ધઝયુમર્સના ઇન્ટરવ્યુ પર આધારીત છે. વધુમાં અહેવાલમાં જાણવા મળ્યું છે કે 40-50 ટકા યુઝર્સને ફોન પર ઇચ્છીત ટાસ્ક કેવી રીતે કરવું તેનો સ્પષ્ટ ખ્યાલ હોય છે જયારે 5-10 ટકાને આંશિક સ્પષ્ટતા હોય છે.
બીસીજીના નિમિષા જૈને જણાવ્યું હતું કે, સ્માર્ટફોન ઝડપથી વિકસી રહ્યા છે, તાજેતરના મીડિયા અને ઇન્ડસ્ટ્રી ઇવેન્ટસમાં ‘એઆઇ ઓન ડિવાઇસ’ અથવા ‘એપલેસ એકસપિરિયન્સ થ્રુ જેન એઆઇ’ જેવી થીમ પર પરામર્શ થયો છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ભારતીય સ્માર્ટ ફોન યુઝર્સ વિડીયો ક્ધટેન્ટ (શોર્ટ ફોર્મ / લોંગ ફોર્મ) સ્ટ્રીમ કરવાનું પસંદ કરે છે. તેઓ પોતાનો 50-55 ટકા સમય સ્ટ્રીમિંગ એપ્સ, સામાજિક પ્રતિભાવ (ટેકસ્ટ/કોલ્સ), શોપીંગ, સર્ચિંગ (મુસાફરી, નોકરી,હોબી વગેરે) અને ગેમિંગ પર વિતાવે છે.