By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    3 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    4 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    4 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વાસઘાત કરી કૌભાંડ આચરનાર અદિતિ મંડળીના પૂર્વ મંત્રી સહિત બે શખસના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્વાસઘાત કરી કૌભાંડ આચરનાર અદિતિ મંડળીના પૂર્વ મંત્રી સહિત બે શખસના 4 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ

વિશ્વાસઘાત કરી કૌભાંડ આચરનાર અદિતિ મંડળીના પૂર્વ મંત્રી સહિત બે શખસના 4 દિવસના રિમાન્ડ મંજૂર

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 5:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

મંડળીના પ્રમુખ સહિતનાઓએ સગા-પરિવારના અંગત આર્થિક લાભ માટે તેઓના ખાતાઓમાં રૂપિયા જમા કરાવી ગુનાઇત ઉચાપત કરી બનાવટી દસ્તાવેજો બનાવી નાખ્યાં!

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8

- Advertisement -

સહકારી ક્ષેત્રના ઈતિહાસમાં કદાચને પ્રથમ કહી શકાય તેટલી મોટી રકમ એટલે કે રૂા. 29,59,50,070 તા. 31-12-2023ની સ્થિતિએની રકમ અને તેના પરનું વ્યાજ બેંકમાં જમા ન કરાવી અને આ રકમમાંથી રકમ રૂા. 12,77,84,732 મંડળીના પ્રમુખ સહિતનાઓએ પોતાના તથા સગા-પરિવારના અંગત આર્થિક લાભ માટે તેઓના ખાતાઓમાં જમા કરાવી ગુન્હાહીત ઉચાપત કરી વિશ્ર્વાસઘાત તથા છેતરપિંડી કરી બનાવટી દસ્તાવેજો બનાવી અને તે બનાવટી હોવાનું જાણતા હોવા છતાં બેંકમાં ખરા તરીકે રજૂ કરી ખોટા હિસાબો બનાવી આર્થિક લાભ મેળવવા કરોડોનું કૌભાંડ આચરનાર શ્રી અદિતિ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના પ્રમુખ જગદીશસિંહ સજુભા જાડેજા સહિતનાઓ વિરૂદ્ધ તપાસણી કરનાર બેંકની ટીમ વધુ કૌભાંડ બહાર લાવે તે અટકાવવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હા આચરનારાઓની પોલીસે 7 દિવસની પોલીસ રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતાં આરોપી પૂર્વ મંત્રી અરૂણસિંહ સજુભા જાડેજા તથા ઉપેન્દ્રસિંહ સજુભા જાડેજા બંનેને 4 દિવસની રિમાન્ડ પર સોંપતો હુકમ રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડી. મેજી. દ્વારા ફરમાવવામાં આવ્યો છે. કેસની હકીકત જોઈએ તો આરોપીઓએ પ્રથમથી જ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરવાના ઈરાદા સાથે ગુન્હાહીત કાવત્રુ રચી શ્રી અદિતિ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાં જોડાયેલા સભાસદોની લોનો મંડળીમાં ભરપાઈ થયેલી ન હોવા છતાં અને મંડળીમાં રોકડ વ્યવહાર પ્રતિબંધિત હોવા છતાં મંડળીમાં સભાસદોએ રોકડમાં લોનો ભરપાઈ કરી દીધેલી સંબંધેની 86 સભાસદોની પહોંચો તથા મંડળીના એન.ઓ.સી. મંડળીએ બેંકમાં રજૂ કરી આવા સભાસદોની લોન વખતે જામીનગીરીમાં રજૂ થયેલા અસલ દસ્તાવેજોની ફાઇલો બેંકમાંથી છોડાવી ગયા બાદ પણ મંડળીએ આવા સભાસભોની તા. 28-2-2022ની સ્થિતિએ મંડળી પાસે લોનની બાકી રકમ રૂા. 8,22,39,436 તથા તેનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી કરોડોના અનેક રોકડ વ્યવહારો કરેલા, ઉપરાંત ત્રણ સભાસદોની મંડળીની લોન પેટે જમા કરેલી વસુલાતની પહોંચો મુજબની રકમ મંડળીના રોજમેળમાં રૂા. 16,89,988 ઓછી જમા લઈ પહોંચોમાં છેડછાડ કરી તથા રક્ષીત પગારદાર સભ્યોને ધીરાણ આપવા સભ્યો દ્વારા આપવામાં આવતા સહકારી કાયદાની કલમ 50 અન્વયે ખોટા કબુલાતનામા ઉભા કરી સંસ્થાઓના ખોટા સિક્કાઓ મારી અધિકારીઓની ખોટી સહીઓ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી પાંચ સભ્યોના નામે ધીરાણ ઉપાડી બેંક સાથે રૂા. 72,07,727ની છેતરપિંડી કરી ઉપરાંત મંડળીમાં રહેલી એન.પી.એ. જોગવાઈ ફંડ ખાતે રકમ રૂા. 56,02,241 તથા મંડળીમાં શકમંદ લેણા અનામત ફંડ ખાતે રહેલી રકમ રૂા. 12,05,434 બંને મળી રકમ રૂા. 68,07,675નું મંડળીનું ફંડ મંડળીના જવાબદારોએ તેના અંગત તથા સંબંધીઓના લોન ખાતામાં રકમ જમા કરી લઈ ભંડોળની રકમોનું મંડળીના પેટા નિયમ, બેંક લોનની શરતો અને નિયમોનો ભંગ કરી ઉચાપત કરી ઉપરાંત મંડળીના સભાસદોના પગારના કબુલાતનામા આપી રક્ષીત ધીરાણ મેળવનારને રકમ આપવા મંડળીએ સી.સી. ટાઈપની બેંકમાંથી લીધેલી રકમ તા. 28-2-2022ની સ્થિતિએ રકમ રૂા. 2,98,39,906 તથા તેના ઉપર બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી ઉચાપત કરી મંડળીનું બેંકમાં આવેલી રક્ષીત લોન ખાતા નં. 614124129982થી લોન ખાતુ આવેલી હોય જેમાં મંડળી પાસે બેંકના રૂા. 16,15,44,951 તથા મોર્ગેજ લોન ખાતા નં. 6141241 35237માં રકમ રૂા. 13,44, 05,119 એમ બંને લોનની રકમ મળી કુલ રકમ રૂા. 29,59, 50,070 તા. 31-12-23ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બાકી લેણા હોય જે બાકી લેણામાંથી રકમ રૂા. 12,77, 84,732 બેંક લોન ખાતે જમા ન કરાવી પોતાના તથા સગા પરિવારના અંગત આર્થિક લાભ માટે તેઓના લોન ખાતામાં જમા કરાવી ગુન્હાહીત ઉચાપત કરી વિશ્ર્વાસઘાત તથા છેતરપિંડી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજો બનાવટી હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી ખોટા હિસાબો બનાવી આર્થિક લાભ મેળવી બેંકના તપાસ કરનાર અને આ કામના ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરનાર એફ.આઈ.આર.માં જણાવેલ આરોપીઓ તથા તપાસના ખુલવા પામે તે તમામ સામે રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંક લી.ના મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા મેનેજર (વીજીલન્સ) મગનલાલ ધનજીભાઈ કાછડીયાએ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કુલ 14 આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.
ઉપરોક્ત ગુન્હાના કામે અરૂણસિંહ સજુભા જાડેજા તથા ઉપેન્દ્રસિંહ સજુભા જાડેજા બંનેની આગોતરા જામીન અરજીઓ રદ થયા બાદ બંનેને પોલીસે ધરપકડ કરી 7 દિવસની પોલીસ રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા ત.ક. અધિકારી તથા ફરિયાદી બેંક વતી રોકાયેલ એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા લંબાણપૂર્વકની લેખિત તથા મૌખિક રજૂઆતો કરી રિમાન્ડ રીપોર્ટમાં જણાવ્યા મુજબની પોલીસ કસ્ટડી માટેની માગણી કરતી દલીલો કરવામાં આવી હતી.
તમામ પક્ષેની લેખિત મૌખિક રજૂઆતો તેમજ રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો વિગેરે લક્ષે લેતાં આરોપીઓને વધુ પોલીસ કસ્ટડીમાં સોંપ્યા સિવાય ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તેમ ન હોય જેથી વધુ પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી યોગ્ય હોવાનું માની બંને આરોપીઓને 4 દિવસની પોલીસ રિમાન્ડ ઉપર સોંપતો હુકમ ફરમાવેલો છે.

ઉપરોક્ત કામમાં ફરિયાદી આર.ડી.સી. બેંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, જસ્મીન દુધાગ્રા તથા અભય સભાયા રોકાયેલા હતા.

You Might Also Like

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

TAGGED: Aditi Mandal, ex-minister, trust scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં વધુ એક આગ દુર્ઘટના : ફૂડ ફેકટરીમાં બોઇલર વિસ્ફોટ થતા ત્રણ લોકોના મોત : છ ઘાયલ
Next Article ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?