રાજકોટ – અબોલ પશુઓની સ્થળ પર જ સારવાર અર્થે કાર્યરત ૧૯૬૨ મોબાઈલ પશુ દવાખાના સેવા દ્વારા આસલપુર ખાતે એક બળદ, કે જેને છેલ્લા છ મહિનાથી શિંગમાં કેન્સરથી પીડા થતી હતી. તેની સફળ સર્જરી કરવામાં આવી છે.
પ્રોજેક્ટ કોઓર્ડીનેટર રમેશભાઈ સોયાના જણાવ્યા અનુસાર બળદના શિંગડામાં જીવાત પડી હતી અને લોહી વહેતુ હતું ત્યારે બળદના માલિક દીપસંગભાઈ દ્વારા ૧૯૬૨ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટીમના ડો. સંજય યાદવ, ડો.જીજ્ઞેશ ધાધલ અને પાયલોટ દેવરાજભાઇ રબારી તેમજ હિતેશભાઈ રબારી ધ્વારા સ્થળ પર જ ઓપેરશન કરીને બળદનો જીવ બચાવામાં આવ્યો છે.
- Advertisement -

આ સેવાનો ઉપયોગ પશુઓને થતા રોગોના ઈલાજ માટે તેમજ કટોકટીના સમયમાં પણ ૧૯૬૨ નંબર ડાયલ કરવાથી સરકારે નિયત કરેલા ગામડાઓમાં તાત્કાલિક સારવાર મળી રહેશે તેમ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર એ જણાવ્યું છે.



