ચીન અને પાકિસ્તાન પર એક સાથે નજર રાખવા સરકારની યોજના
લદ્દાખમાં ચીનની પિપલ્સ લિબરેશન આર્મીની સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન મોદી સરકાર બે PHALCON હવાઇ ચેતવણી અને નિયંત્રણ પ્રણાલી (AWACS) ખરીદવાની યોજના આગામી સપ્તાહની શરૂઆતમાં પુરી થશે.
ભારત પાસે 360 ડિગ્રી પર ફરનારા રોટોડોમ સાથે લાગેલા ત્રણ PHALCON AWACS અને ડીઆરડીઓ નિર્મિત બે AWACS છે, ત્યાં જ ચીન પાસે 28 અને પાકિસ્તાન પાસે 7 છે, જે વિષમ પરિસ્થિતીઓમાં હવાઇ હુમલાની કમાન્ડ આપવાનું કામ કરે છે.
- Advertisement -
PHALCON રડારની કિંમત લગભગ 100 કરોડ ડોલર છે, ત્યાંજ તેના પ્લેટફોર્મની કિંમત 100 કરોડ ડોલર છે, રડાર અને પ્લેટફોર્મને ઇઝરાયેલમાં તૈયાર કરવામાં આવશે, આખી સિસ્ટમ ભારતમાં આવતા લગભગ ત્રણ વર્ષ લાગશે. ભારતીય હવાઇ દળ દ્વારા 26 ફેબ્રુઆરીનાં બાલાકોટ હુમલા પછી પાકિસ્તાની હવાઇ હુમલા દરમિયાન સૌથી પહેલા તેની જરૂરીયાત અનુભવાઇ હતી.
જ્યારે પાકિસ્તાન પોતાના હવાઇ ક્ષેત્રમાં ઘુશણખોરીને શોધી કાઢવા માટે અને તેને દુર કરવા માટે સ્વિડિશ AWACS સાથે ચક્કર લગાવી રહ્યું હતું, તે સમયે ભારતીય હવાઇ દળ પોતાના સંસાધનોની અછતનાં કારણે અસુરક્ષિત અનુભવી રહ્યું હતું. તે સાથે જ લદ્દાખમાં ચીનની એકતરફી આક્રમક્તા અને બંને દેશોમાં વિશેષ પ્રતિનિધિઓની સહમતી થયા બાદ પણ સ્થિતિમાં સુધારો લાવવાની અનિષ્છાને કારણે આકાશમાં તેની જરૂરીયાત અનુભવાઇ હતી.