હાલની બીસીજી 100 વર્ષની થઈ: આરકારકતા ઘટી: નવી વૅક્સિન બાળકો ઉપરાંત તમામ વયના લોકો માટે હશે
ખાસ-ખબર ન્યૂઝ હૈદરાબાદ, તા.26
- Advertisement -
ટ્યુબરકલોસિસ…. એટલે કે આપણે જેને ક્ષય-રોગ તરીકે ઓળખીએ છીએ અને તેને શ્ર્વેત મૃત્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણે ખાસ કરીને થતા મૃત્યુ એ ભારત માટે ચિંતાનું કારણ બની ગયા છે તે સમયે કોરોના કાળમાં જાણીતી થયેલી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિશ્ર્વની પ્રથમ માઈક્રોબેકટેરીયલ ટ્યુબરકલોસીસ વૅક્સિન જેને ખઝઇડઅઈ તરીકે ઓળખવામાં આવે છે તેની કલીનીકલ ટ્રાયલ શરૂ કરી છે. ભારત બાયોટેક ફાર્મા કંપની બાયોફેબ્રી સાથે આ માટે સહયોગ કર્યા છે. ભારતમાં અને વિશ્વમાં હાલ ટીબી સામે સુરક્ષા આપે તેવી કોઈ વૅક્સિન નથી. દેશમાં હાલ બાળકોને બીસીજીની રસી આપવામાં આવે છે પણ તે એક તબકકે ટીબી સામે પુરી રીતે અસરકારક નથી અને ખાસ કરીને યુવા વયે આપી શકાય તેવી વૅક્સિન બનાવવી જરૂરી બની ગયું હતું.
વિશ્વમાં ટીબીના કારણે વર્ષે 16 લાખથી વધુ મોત થાય છે. બાયોફેબ્રી ત્રણ દશકાથી આ ક્ષેત્રે રીસર્ચ કરી રહી હતી અને તેમાં હવે પ્રારંભીક કલીનીકલ સફળતા મળતા તેને માનવ પર પરિક્ષણ માટે મંજુરી મળી છે. આ એક અત્યંત મહત્વનું કદમ ગણાય છે. વિશ્ર્વમાં કોરોનાએ જે રીતે અનેક રોગો સામેની ઝુંબેશને અસર કરી છે તેમાં ટીબી પણ સામેલ છે. બીસીજીને 100 વર્ષ પુરા થયા છે. હવે આ વૅક્સિન લાંબા સમય માટે તેની અસરકારકતા દર્શાવી શકે તેમ નથી. પણ નવી વૅક્સિન હવે ખાસ કરીને યુવા અને વયસ્ક તમામ વર્ગ માટે અલગ અલગ પણ અસરકારક હશે. ભારત જેવા દેશમાં વધુ વસતિની સાથે પોષણયુક્ત ખોરાકની સમસ્યા છે તથા ટીબીની અસર થયા બાદ પણ લાંબો સમય તેને નજર અંદાજ કરાય છે.
તેથી આ રોગ જીવલેણ બને છે અને આ નવી વૅક્સિનની સૌથી મોટી ખુબી એ છે કે તે ક્ષયના રોગના મોટીફાઈડ મેથાજેનનો ઉપયોગ થયો છે જે ઉપરાંત તમામ એન્ટીજેન જે માનવને અસર કરે છે તેનો પણ સમાવેશ કરાયો છે.