સુનિતા વિલિયમ્સની નવા વર્ષની ઉજવણી કંઈક આવી રહેશે. સુનિતા વિલિયમ્સની અવકાશમાં હશે આ 16મી ઉજવણી.
ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂ સભ્યોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવા વર્ષની ઉજવણી કરી. એક્સપિડિશન 72 ક્રૂ 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોશે. કારણ કે, તેઓ 2025માં લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે.
- Advertisement -
ટેકનિકલ પડકારોએ ટીમના આ પ્રવાસને લંબાવ્યું છે અને હવે તેવું લાગે છે કે, આ લોકો 2025 સુધી અવકાશમાં રહેશે. આવી સ્થિતિમાં, વિલિયમ્સ અને તેમની ટીમ નવા વર્ષનો અનુભવ કરશે. કેમ કે, ISS દર 90 મિનિટે ગ્રહની પરિક્રમા કરે છે. ક્રૂ વિવિધ પ્રવૃત્તિઓ સાથે નવા વર્ષની ઉજવણી કરશે, તેઓ વિડિયો કોલ દ્વારા પરિવાર અને મિત્રો સાથે પણ વાત કરશે. સુનિતા વિલિયમ્સ આવા અનોખા અનુભવ અગાઉ પણ કરી ચુકી છે અને કહ્યું કે, અંતરિક્ષ જ મારા માટે એક આનંદદાયક સ્થળ છે.
તમને જણાવી દઈએ કે આ અવકાશયાત્રીઓએ રજાઓની પરંપરામાં ભાગ લીધો છે. તદુપરાંત ISS પર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન પણ કરી રહ્યા છે.