ઝારખંડના ધનબાદમાં મોટી દુર્ઘટના થઈ છે. અહીં રેલ્વે પુલ બનાવી રહેલા મજૂરો પર માટી ઢસી પડતા ચાર મજૂરોના મોત થયા છે.

ઝારખંડના ધનબાદમાં મોટી દુર્ઘટના થઈ છે. બલિયાપુર વિસ્તારમાં પ્રધાનખંતા રેલ્વે સ્ટેશનના દક્ષિણ કેબિન સિંદરી રેલ્વે લાઈન પાસે રેલ અંડર પાસનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંગળવારની રાતે માટી ધસી જવાના કારણે ચાર મજૂરોના મોત થઈ ગયા છે. ઘટના બાદ મજૂરોમાં અફરાતફરી મચી ગઈ હતી. મજૂરોમાં હાહાકાર મચી જતાં આમથી તેમ ભાગી રહ્યા હતા. મોડી રાત સુધી માટીમાં દટાયેલા લોકોને કાઢી શકાયા નહોતા. જ્યારે અમુક મજૂરોના માથા અને હાથ પગ માટીમાં દટાયેલા છે.

માટી દટાઈને જીવ ખોનારા ગામના મજૂરોમાં 45 વર્ષિય નિરંજન મહોત, 40 વર્ષિય પપ્પૂ કુમાર મહતો, 30 વર્ષિય વિક્રમ કુમાર મહતો અને 25 વર્ષિય સૌરભ કુમાર ઘીવર છે. કામ દરમિયાન રેલ્વેનો કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે હતો નહીં. બલિયાપુર પોલીસ સ્ટેશનમાં સૂચના આપ્યા બાદ મોડી રીત સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી શકી નહોતી. તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે. આ ઘટના બાદ કામ કરાવી રહેલો કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે. કહેવાય છે કે અહીં કેટલાય દિવસથી કોન્ટ્રાક્ટર પાસેથી આ કામ થઈ રહ્યું હતું.

આ દુર્ઘટના બાદ મજૂરોના પરિવાર અને ગ્રામિણ લોકો માગ કરી રહ્યા છે કે, મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. આ માગને લઈને ગામલોકો આંદોલન કરી રહ્યા છે. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ડીઆરએમ પહોંચ્યા હતા.