ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત મુલાકાતીઓ નિ:શુલ્ક મુલાકાત કરી શકશે તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ધો.1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે જુદીજુદી સ્પર્ધાઓનું આયોજન થશે જેમાં તા.2 ઓકટોબરે સપ્તાહ પ્રારંભ સાથે ઉદ્દઘાટન કાર્યક્રમ થી શરુ થશે અને ક્રમશ ચિત્ર સ્પર્ધા, ટ્રેઝર હન્ટ ,વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા ઓપન રાખવામાં આવી છે.તથા ક્વિઝ સ્પર્ધા,વેસ્ટમાંથી બેસ્ટ સાથે તા.8 ઓકટોબરે ઈનામ વિતરણ સાથે સપ્તાહ કાર્યક્રમનું સમાપન થશે.ઝૂ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી મુજબ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી તા.30 સપ્ટેમ્બર સુધીમાં રૂબરૂ ટિકિટબારી ખાતે તથા મોબાઈલ નંબર 0285-2660235 (99788 54284, 70697 09652, 97277 27888) પર વોટ્સએપ કરી આપવાનું રહેશે તેમ જણાવાયું છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા 2થી 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી
