હું ખરેખર એ અનુભવથી જ ડઘાઇ ગયો
અજાણી યુવતીઓને જોતા જ વિચાર આવે છે કે ખરેખર આ યુવતી જ હશે ને
મિત્રોને વાત કરી તો મારી મજાક ઉડાવી…!
– મેધા પંડ્યા ભટ્ટ
સમાજમાં આવી ઘટનાઓ તો બને જ છે અને મેટ્રોસીટી માટે તો સામાન્ય બની ગઇ છે. થાઇલેન્ડમાં તો તેનો બિઝનેસ ઘગઘગે છે, પણ જેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય અને તેના વિશે માહિતી પણ ન રાખતા હોય તેવા યુવકને જ્યારે અણધાર્યો અનુભવ થાય ત્યારે તે ઘટનાને ક્યારેય ભૂલી ન શકે તે સ્વાભાવિક છે. લેટ્સ ડેટના રીસર્ચમાં ડેટીંગ દરમિયાન જયંત સાથે મુલાકાત થઇ. મૂળ દિલ્હીનો પણ વર્ષોથી અમદાવાદમાં માતા-પિતા સાથે સેટ થયો છે. પોતે લગ્ન કર્યા નથી અને બિઝનેસમાં સતત વ્યસ્ત રહેનારો યુવક છે. ગર્લફ્રેન્ડ ક્યારેય બનાવી નથી અને ડેટીંગ એપમાં ચાર છોકરી સાથે ડેટ કરી છે.
- Advertisement -
પાંચમી છોકરી સાથેની ડેટ બાદ તેણે ડેટીંગ એપનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાનું રાખ્યુ. મેં જ્યારે જયંતને ડેટીંગ એપ પર જોઇને રાઇટ સ્વેપ કર્યું અને તેની સાથે વાતચિત કરી તો તેણે પહેલા તો ખૂબ સાચવી સાચવીને વાતો શરૂ કરી. હું ખરેખરા અર્થમાં કોઇ સ્ત્રી જ છુ ને તેવી રીતે ઓળખવા માટેના પ્રશ્નો કરતો હતો. મને થોડી નવાઇ તો લાગી હતી પણ ડેટીંગ એપ પર કોઇપણ પ્રકારના યુવકો મળી શકે છે, તેમ માનીને મે વાતચિત આગળ વધારી. તેણે મારી પાસે શેરચેટનું મારું આઇડી માંગ્યુ. મેં તે પણ શેર કર્યું. બીજે દિવસે તેણે મને તેમાં વિડીયો કોલ કર્યો અને અમે વાત કરી. તેને કદાચ મારા પર ખરેખર વિશ્વાસ બેઠો હોય તેવું લાગ્યું. અમે ફોન નંબર શેર કર્યા અને વાતચિત કરી. મેં તેને આ રીતે ગભરાવાનું અને અનેક પ્રશ્નો કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે હું અકળાયેલો છું. મને સો ટકા ખાતરી થઇ ગઇ કે આની સાથે કોઇ ઘટના બની છે. મેં તેને મારા રીસર્ચની વાત કરી. મારા આર્ટીકલની લીંક મોકલી. હવે તેને વિશ્વાસ આવી ગયો અને અમે બંનેએ લંચ પર મળવાનું નક્કી કર્યું.
બપોરના સમયે એસ.જી. હાઇવેની મારી પસંદગીની રેસ્ટોરામાં અમે બંને બેઠા હતા. જયંત દેખાવમાં સ્માર્ટ કહી શકાય. 29 વર્ષની ઉંમર અને તેને જોતા હેન્ડસમ શબ્દ બોલવો જરૂરી બની જાય તેવી પર્સનાલીટી તે ધરાવતો હતો. લંચની શરૂઆત તેની સાથેની તેની ઘટનાથી થઇ. એકબીજાના સામાન્ય પરીચય બાદ મેં તેને કહ્યું કે ડેટીંગ એપથી ડઘાયા છો. તો તેણે કહ્યું હા, તેણે પોતાની વાત કહેવાની શરૂ કરી.
હું ડેટીંગ એપ પર પહેલા ચાર ડેટ કરી ચૂક્યો હતો. જેમાં બધી કોલેજગર્લ હતી. તેમાંથી એક ચીની જેવો દેખાવ ધરાવતી યુવતી હતી. મારી ચારેય ડેટ ખૂબ જ સરસ રહી હતી. ચારેય સાથે પહેલી મુલાકાતમાં ફરવાનું અને ડિનર ગોઠવાયું હતુ અને બીજી મુલાકાત સીધી હોટલરૂમમાં હતી. જોકે તે ચારેય યુવતીઓ સાથે હું સતત સંપર્કમાં રહ્યો છું અને એકબીજાની અનુકૂળતાએ અમે એન્જોય કરવા માટે પણ ભેગા થતા રહીએ છીએ. હવે હું તે ચાર સિવાય કોઇ નવી યુવતીને સર્ચ કરતો નથી. મને જે અનુભવ થયો તે પછી મારી સામે કોઇ યુવતી કે સ્ત્રી બેઠી હોય તો તે ખરેખર સ્ત્રી જ છે, તે પ્રશ્ન મને મનમાં થવા લાગે છે. તેનું કારણ આપને જણાવીશ. પણ મારી વાતોનું આપ ખોટું ન લગાડતા. તે માટે તમને સોરી કહી દઉં છું. તમારા માટે મનમાં કોઇ વિચાર નથી. તમે મને સાંભળવા અને સમજવા આવ્યા છો, તે મારા માટે બહું મોટી વાત છે. કારણકે મેં જ્યારે મારા અંગત મિત્રો સાથે આ વાત શેર કરી તો તેમણે પણ મારી મજાક ઊડાવી. તેથી હું વધારે કોઇને કહી જ નથી શક્યો.
- Advertisement -
રોઝી નામની યુવતીને હું મીટમી પર મળ્યો. અમે બંને બીજા જ દિવસે લોંગ ડ્રાઇવ પર ફરવા નીકળી ગયા. તેની વાતો કરવાની આદત મને ખૂબ ગમી અને તેના અને મારા કેટલાક શોખ પણ મળતા હોવાથી અમે બંને વધારે કમ્ફર્ટેબલ હતા. અમારા બંનેના ગીતોની પસંદગી પણ ઘણેખરે અંશે સરખી જ હોવાથી અમે લોંગ ડ્રાઇવ દરમિયાન ખૂબ એન્જોય કર્યું. ડિનર સાથે કરવાનો પ્લાન હોવાથી ગાંધીનગર પાસેની એક ગાર્ડન રેસ્ટોરોમાં ગાડી પાર્ક કરી. ત્યાંનુ વાતાવરણ ખૂબ સરસ હતું. પાર્કીંગમાં ઘણી ગાડીઓ પાર્ક હતી તેથી મેં ખૂણામાં જગ્યા જોઇને ગાડી પાર્ક કરી. હું સીટ બેલ્ટ કાઢીને ઉતરવા જતો હતો ત્યાં રોઝીએ મને અચાનક તેની તરફ ફેરવીને ગાઢ ચુંબન કર્યું. તે થોડીવાર સુધી મને કીસ કરતી રહી.
મારો હાથ તેના શરીર ફરતે વીંટળાવા લાગ્યો. હું પણ તેને કીસ કરવા લાગ્યો. મારો હાથ તેના શરીર પર ફરતા ફરતા છાતીના ભાગ પર આવી ગયો. તેના ભાગને સ્પર્શીને હું વધારે ઉત્તેજીત થવા લાગ્યો હતો. હું કોઇ નશો પી રહ્યો હોઉં તેવું મને લાગતું હતું. અચાનક હું હાથ તેના શરીરના નીચેના ભાગ તરફ લઇ જવા લાગ્યો કે તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને અમે બંને દૂર થયા. મેં મારી જીંદગીમાં આવું ચુંબન ક્યારેય કોઇ યુવતી પાસેથી મેળવ્યું નહોતું. હું જાણે તેના નશામાં હોઉં તેવો મને અહેસાસ થવા લાગ્યો હતો. તેના ચુંબન પરથી મને અંદાજો આવી ગયો કે તે સારી બેડપાર્ટનર પણ હોવી જોઇએ. સાથે જ તે વાઇલ્ડ સેક્સને વધારે પસંદ કરતી હશે.
અમે બંને ડિનર પૂરું કરીને પાછા ફર્યા. હું તેને તેના ઘરે મૂકવા માટે ગયો. તે અહીં પીજીમાં રહેતી હતી. તેની વિશે વધારે મેં જાણવાનો પ્રયત્ન ન કર્યો કારણકે હું ડેટીંગ એપ પર મળતી યુવતીઓની પર્સનલ લાઇફ વિશે વધારે જાણવાનો આગ્રહ રાખતો નથી. તેણે ગાડીમાંથી ઊતરીને મારા ગાલ પર હળવું ચુંબન કર્યું અને ગુડનાઇટ કહીને ઊતરી ગઇ. આ વખતે મને ફરીથી તેના લીપકીસની આશા હતી. હું મારા ઘરે આવ્યો અને ફ્રેશ થઇને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો. રોઝીનું ચુંબન મને સતત ઉત્તેજીત કરી રહ્યું હતું. તેના વિચારથી જ મને ઉત્તેજનાઓ થવા લાગી હતી. અચાનક વોટ્સઅપમાં તેણે મને મેસેજ કર્યો. મેં જોયું તો તેણે તેનો અધખુલ્લો છાતીનો ભાગ દેખાય તેવા ફોટા મને મોકલ્યા હતા. હું જોઇને જોતો જ રહી ગયો. બીજે દિવસે અમે બંનેએ આખો દિવસ સાથે પસાર કરીશું તેવું નક્કી કરી લીધુ.
હું તો એટલો બધો ખુશ હતો કે પહેલાની ક્યારેય ચાર ડેટમાં ન અનુભવ્યો હોય તેવો અહેસાસ મને રોઝી સાથે થઇ રહ્યો હતો. બીજે દિવસે સવારમાં જ અમે બંને આબુરોડ તરફ જવા નીકળી ગયા. રસ્તામાં પણ ગાડીમાં તે મને અડીને બેઠી હતી. તેનો સ્પર્શ મને રોમાંચિત કરી જતો હતો. મને તેની સાથે સેક્સ માટેના વિચારો આવવા લાગ્યા હતા. જે પહેલાની કોઇ ડેટમાં મેં અનુભવ્યા નહોતા. અમે હોટલે પહોંચી ગયા અને રૂમમાં જ ડ્રીંક મંગાવી લીધુ. તેને પણ ડ્રીંક પસંદ હતું તેથી અમે એકબીજાના શરીરના સ્પર્શને અનુભવતા અનુભવતા ડ્રીંક કરીને નજીક આવવાની શરૂઆત કરી. મેં લગભગ ત્રણ બિયર પીધી હતી. તેણે ફરી મને કીસ કરવાની શરૂઆત કરી. થોડા સમય સુધી મારા હોઠોને કીસ કર્યા પછી તે મારા ગળા અને માથા પર કીસ કરવા લાગી. મેં ટીશર્ટ પહેર્યું હતું તે એણે ઊતારી નાખ્યું. મારા ખભા અને છાતી પર કીસ કરવા લાગી. તેણે પણ ટીશર્ટ અને સ્કર્ટ પહેર્યું હતું. તેણે પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું. હું તેની બ્લેક બ્રા અને તેમાંથી ઊભરતા બ્રેસ્ટના ભાગને જોતો જ રહી ગયો. હું તેના પર તૂટી પડવા તૈયાર હતો. મેં ઊભા થઇને તેને બેડ પર સૂવાડી દીધી અને તેના ઉપર આવી ગયો. અચાનક, મને તેના શરીરમાં નીચેના ભાગ તરફ કંઇ ખૂંચ્યું. હું ઊભો થઇ ગયો. અને મેં તરત જ એનું સ્કર્ટ ખેંચી નાખ્યું. હું જોઇને સ્તબ્ધ થઇ ગયો. શરીરના ઉપરના ભાગથી જે સ્ત્રી જેવું શરીર હતું તે નીચેના ભાગથી પુરુષનું હતું. હું તો દૂર જઇને ખુરશી પર બેસી ગયો. પીધેલો બધો દારૂ ઊતરી ગયો. રોઝીએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે પોતે દેહવેપારના ધંધામાં છે, પણ હું કંઇ જ રીએક્શન આપી શકતો ન હતો. હું ખુરશી પર જ સૂઇ ગયો. ઊઠ્યો ત્યારે મેં જોયું તો તે બેડ પર સૂતી હતી. મેં તેને ઊઠાડીને તરત જ તૈયાર થઇ જવા કહ્યું. અમે બંને પાછા ફર્યાં. જે રોઝી સાથે મને વાતો કરવાની સૌથી વધારે મજા આવી હતી, તેની સાથે ચાપ પાંચ કલાક સુધી હું ચૂપચાપ બેસી રહ્યો.
તેને તેના ઘરે ઊતારીને હું મારા ઘરે ગયો. બીજે દિવસે રાત્રે મિત્રો સાથે મુલાકાતમાં આ વાત શેર કરી તો તેમણે પણ મારો મજાક બનાવી દીધો. મેં તે દિવસ પછી રોઝીને બ્લોક કરી દીધી અને કોઇ જ સંપર્કમાં નથી. પણ હું તે સમયને ભૂલી નથી શકતો. તે ઘટના ઘણીવાર યાદ આવ્યા કરે છે. હું મારી પહેલાની ચાર ડેટ સાથે નોર્મલી સેક્સ કરી શકું છું પણ ઘણીવાર અચાનક યાદ આવી જાય તો તેમાં પણ મુશ્કેલી પડે છે. જયંતની બધી વાતો સાંભળીને મને લાગ્યું કે તેને માનસિક અસર થઇ છે, તે નક્કી જ છે. તેને થોડો સમજાવ્યો અને પછી અમે છૂટા પડ્યા.
સમજવા જેવું – શી-મેલ એટલે જેના શરીરનો છાતીનો ભાગ સ્ત્રી જેવો હોય છે અને નીચેનો ભાગ પુરુષ જેવો હોય છે. થાઇલેન્ડમાં આ પ્રકારના લોકો વધારે જોવા મળે છે. જે ખાસ પ્રકારના ઇન્જિક્શન લઇને આ પ્રકારનો દેહ ધારણ કરતા હોય છે. જે દેહવેપારના ધંધામાં જ હોય છે. આવા લોકો અહીં પણ હોય તે નવી વાત નથી પણ તેનો સામનો તમારે થાય તો તેમાં વધારે વિચારવું નહી. વાસ્તવિકતાને સ્વીકારીને ચાલવું જરૂરી છે. કોઇપણ વાતને કે ઘટનાને વધારે વિચારવાથી કે વાગોળવાથી તમે વર્તમાનમા જેની સાથે હો તેની સાથે પૂરેપૂરો આનંદ માણી શકતા નથી. જયંત બીજી યુવતી સાથે પણ સેક્સ દરમિયાન જો રોઝીને યાદ કરતો રહે છે, તો તે અન્ય કોઇ સાથે સંતોષપૂર્વકનો સંભોગ કરી જ નથી શકતો. તેથી જીવનમાં બનેલી ખરાબ ઘટનાને ભૂલી જવામાં જ મજા છે. સાથે જ ડેટીંગ એપ પર આવા અનુભવો થવાથી ક્યારેક શારીરિક સુખની લાહ્યમાં ઊંડી માનસિક અસર પણ થાય છે, તો તેનાથી પણ બચવું.