કુલ 3279 લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થયો, આવતીકાલે વોર્ડ નં. 2માં યોજનાકિય કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકામાં બીજા તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરી, સરકારની યોજના દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી આ યોજનાઓના લાભ પહોંચાડવા જણાવ્યું હતું, જેના અનુસંધાનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા. 6થી તા. 25-02 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે સવારના 9-30 કલાકે, વોર્ડ નં.16 આર.એમ.સી. શાળા નં. 49, સરદાર પટેલ આરોગ્ય ભવનની પાછળ, મહેશ્ર્વરી સોસાયટી, કોઠારીયા રોડ ખાતેથી જ્યારે બપોર બાદ 3-30 કલાકે વોર્ડ નં.16 આર.એમ.સી. શાળા નં.96-બી, શ્રી શાંતેશ્ર્વર મહાદેવ મંદિરવાળી શેરી, ગોવિંદનગર મેઈન રોડ, કોઠારીયા રોડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 16માં યોજાયેલા ઉપરોક્ત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 3279 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં વોર્ડ નં. 16 આર.એમ.સી. શાળા નં.49, સરદાર પટેલ આરોગ્ય ભવનની પાછળ, મહેશ્ર્વરી સોસાયટી, કોઠારીયા રોડ ખાતેના કેમ્પમાં 1520 લોકોને અને વોર્ડ નં. 16માં આર.એમ.સી. શાળા નં.96-બી, શ્રી શાંતેશ્ર્વર મહાદેવ મંદિરવાળી શેરી, ગોવિંદનગર મેઈન રોડ, કોઠારીયા રોડ ખાતેના કેમ્પમાં 1759 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ કેમ્પમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિદ્ધપુરા, રૂચિતાબેન જોશી, વોર્ડ નં.16ના પ્રભારી વરજાંગભાઈ હુંબલ, પ્રમુખ રાજુભાઈ લીલા તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ વોર્ડ નં. 16માં યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો કુલ 3279 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓને લાભ લીધો હતો.
આવતીકાલે સવારે 9-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી વોર્ડ નં. 2માં ગોરધનદાસ મજીઠિયા પ્રાથમિક શાળા, શાળા નં.60, અલકાપુરી 2/5 કોર્નર, છોટુનગર પાસે, રાજકોટ ખાતે તેમજ બપોરના 3-30 કલાકથી સાંજના 7-00 કલાક સુધી વોર્ડ નં.2માં મહર્ષિ દધીચિ સ્કુલ નં.59, બજરંગવાડી પાણીના ટાંકા પાછળ, પુનિતનગર પાસે, રાજકોટ ખાતે યોજાનાર છે.