શિયાળાની ઋતુ શરૂ થતા જ મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે હિલ સ્ટેશન પર જઈને સ્નોફોલ જુએ. પહાડોમાં પણ ડિસેમ્બર આવતા જ સ્નોફોલ શરૂ થઈ જાય છે. કડકડતી ઠંડી અને સ્નોફોલમાં ફરવાની અલગ જ મજા હોય છે.
ડિસેમ્બરનો મહિનો આવવામાં થોડા જ દિવસો બાકી છે. તો જો તમે સ્નો ફોલની મજા લેવા માંગો છો તો અમે તમને અમુક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવાના તમે પ્લાન બનાવી શકો છો.
- Advertisement -
ગુલમર્ગ
જો તમે ભારે બરફવર્ષાની સાથે જ સ્કીઈંગનો શોખ પણ રાખો છો તો તમારા માટે ગુલમર્ગથી સારી કોઈ પણ જગ્યા નથી. ગુલમર્ગ કાશ્મીરમાં સ્થિત એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે જે પોતાની સુંદરતા માટે જાણીતી છે.
- Advertisement -
લેહ
ડિસેમ્બરના મહિનામાં ફરવા માટે લેહ સૌથી વધારે શાનદાર જગ્યાઓમાંથી એક છે. ડિસેમ્બરના મહિનામાં અહીં જવા માટે ફ્લાઈટની ટિકિટ પણ ખૂબ જ સસ્તી મળી જાય છે. શિયાળા વખતે અહીં ભીડ ઓછી રહે છે અને હોટલ્સમાં પણ ભારે ડિસ્કાઉન્ટ મળે છે. ડિસેમ્બરના મહિનામાં અહીં ભારે બરફવર્ષા થાય છે.
ચંબા
દિલ્હી-દેહરાદૂન-ધનૌલ્ટી થઈને કનાતાલ પહોંચી શકાય છે અથવા દિલ્હી-ઋષિકેશ-ચંબાથી પરાસ થઈને કનાતાલ જઈ શકાય છે. આ જગ્યાઓ પર પણ ખૂબ સ્નો ફોલ થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ઘણા વખત સ્નોફોલ એટલો વધારે થાય છે કે રસ્તા બરફથી ભરાઈ જાય છે. એવામાં ફરવા કે ટ્રેકિંગ પર જવાથી બચો. તમે હોટલની આસ-પાસ સ્નોફોલની મજા લઈ શકો છો.
ઔલી
સ્કીઈંગ સ્લોપ કે વિંટર ગેમ્સનો મજા માણવા માટે ઔલી ઉત્તરાખંડની બેસ્ટ જગ્યા છે. અહીં સ્નો ફોલ થવું ખૂબ જ સામાન્ય વાત છે. અહીં તમે એશિયાની સૌથી લાંબી કેબલ કાર અને સ્કીઈંગની મજા લઈ શકો છો. દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો માટે ઔલી એક સારૂ હનીમૂલ ડેસ્ટિનેશન પણ છે.
ખજીયાર
શિયાળાની ઋતુમાં ખજીયારના ઘાસના મેદાન બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે. સ્નોફોલ જોનાર માટે આ નજારો ખૂબ જ દિલચસ્પ હોય છે. શિયાળામાં થતી હિમવર્ષાના કારણે તેને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. તમે અહીં પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકો છો.
મેક્લોડગંજ
સ્નોફોલ જોવું છે તો બેગમાં ગરમ કપડા પેક કરો અને મકલોડગંજ જવા માટે નિકળી જાઓ. મેકલોડગંજ હિમાચલ પ્રદેશની એ જગ્યાઓમાંથી એક છે જ્યાં સૌથી સારો સ્નોફોલ થાય છે. બરફથી ઢંકાયેલા પહોંડો, પેરાગ્લાઈડિંગ અને નદી વ્યૂ પોઈન્ટ આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.