વંથલી તાલુકામાં આઠ દિવસમાંજ બીજી નાની બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવતા સોરઠ પંથકમાં ચકચાર મચી જવા પામી છે, પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લુશાળા ગામ ની 12 વર્ષની દેવીપુજક પરિવાર ની દીકરી ગઈકાલથી ગુમ હતી પરિવાર દ્વારા અનેક જગ્યાએ શોધખોળ કર્યા બાદ આજે ગામમાં જ રહેતા છોટાઉદેપુરના આદિવાસી નરસિંહ હરસીંગ નાયક નામના ૨૮ વર્ષના યુવાન ના ઘરેથી મળી આવી હતી. આ નાની બાળકીને પૂછપરછ કરતા છોટાઉદેપુરથી મજૂરી કામ કરવા આવેલા નરસિંહ નાયકે બે થી ત્રણ વખત નાની દીકરી પર બળાત્કાર ગુજારીયા ની વાત કરી હતી. પરિવાર દ્વારા વંથલી પોલીસ ને તાત્કાલિક જાણ કરાતા વંથલી પીએસઆઇ બી.કે ચાવડા દ્વારા લુશાળા ગામેં તાત્કાલિક પોલીસ ટુકડી મોકલી આરોપીને દબોચી લીધો હતો. હાલ પોલીસ સ્ટેશનમાં આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે ત્યારે બીજી તરફ પીડીત દીકરી ને મેડીકલ ચેક અપ કરવાની તજવીજ પણ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં વંથલીના લાયન્સ નગર માં નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને ત્યારબાદ લુશાળા ગામે સાડા બાર વર્ષની દીકરી પર બળાત્કારની જધન્ય ઘટનાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે. આ બંને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થવા સભ્ય સમાજમાંથી માંગ ઉઠી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ ની સુરક્ષા ને લઈ રાજ્ય સરકાર પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

જીજ્ઞેશ પટેલ માણાવદર