વાંકાનેરના સરતાનપરા રોડ પર આવેલી સેટમેક્સ સીરામીક કંપનીમાં કોઈ અજ્ઞાત શખસે પાર્સલ મોકલ્યું હતું.જે પાર્સલમાં રહેલા બોંબ નો વિસ્ફોટ કરી ફેકટરી અને કેના માલિકને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.જોકે ઘટનાની ગંભીરતા દાખવી પોલીસે તુરત જ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તપાસ હાથ ધરી હતી.સનસનીખેજ ઘટના અંગે પોલીસની જુદીજુદી ટીમ દ્વારા અત્યંત ગુપ્તતાપુર્વક તપાસ દરમિયાન બોંબ જેવી વસ્તુનું પાર્સલ મોકલી ધમકી આપનાર શખસને પોલીસે ગણતરીના કલાકો માં જ શોધી કાઢ્યો હતો.
ગુરુવારે સેટમેક્સ કંપનીના ગેટ પરના સિક્યુરીટી ગાર્ડને એક અજાણ્યો શખસ થેલી આપી ગયો હતો.જે થેલી ફ્કટરીના માલિકના વિનુ બાડજાને સીક્યુરીટી ગાર્ડે મોકલી આપી હતી.વિનુ ભાડજાએ પાર્સલ ખોલ્યું હતું.પાર્સલમાંથી બોંબ જેવી વસ્તુ મળી આવતાં ચોંકી ઉઠ્યા હતા.ઉપરાંત પાર્લ સાથે એક ચીઠ્ઠી મળી હતી.જેમાં એક મોબાઈલ નંબર લખેલો હતો અને બોંબથી ઉડાવી દેવાની ધમકી પણ લખવામાં આવી હતી.
- Advertisement -
માત્ર ત્રણ હજાર રુપીયા માટે કાવતરું ઘડ્યું
જીતેન્દ્રએ કબુલાત કરી હતી કે તે મુળ મધ્યપ્રદેશના બેલમગંજ વિસ્તારના ખીરીયા ગામનો વતની છે.જે નોકરી માટે સાત માસ પહેલાં એમપી થી વાંકાનેર આવ્યો હતો.સાત માસમાં તેમે છ જેટલા જુદાજુદા સ્થળે નોકરી કરી હતી.હવે તે વતનમાં પરત જવા માંગતો હતો,પણ તેની પાસે ભાડાના પૈસા ન હતા.આથી 3 હજાર રુપીયા મેળવવા ખતરનાક પ્લાન બનાવ્યો હતો.
જીતેન્દ્ર છેલ્લા સાત માસમાં છ જેટલા જુદાજુદા યુનિટમાં નોકરી કરી ચુક્યો છે.જેના કારણે તેણે જે જે યુનિટમાં નોકરી કરી હતી તે તમામ યુનિટના કર્મચારીઓ તેને ઓળખતા હતા.સેટમેક્સમાં તેણે નોકરી કરી ન હતી,એટલે પાર્સલ આપી આવે તો તેને કોઈ ઓળખશે નહીં.તેના કારણે જ સેટમેક્સને ટાર્ગેટ બનાવી બોંબ જેવી શંકાસ્પદ વસ્તુનું પાર્સલ મોકલ્યું હતું.


