એક સાથે અનેક ઠેકાણા ધ્વસ્ત કર્યા
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
તાજેતરમાં જ ઇઝરાયેલ દ્વારા લેબનાન પર એર સ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના ચીફને મોતને ઘાટ ઉતારી દેતા આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે અમેરિકાએ સીરિયા પર એર સ્ટ્રાઈક કરી છે. આ ભીષણ હુમલા બાદ અમેરિકાએ દાવો કર્યો છે કે તેમણે અલ-કાયદા અને ઈંજના 37 આતંકવાદીઓ ફૂંકી માર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ એક સાથે અનેક ઠેકાણાઓ ને નિશાન બનાવ્યા હતા.
- Advertisement -
અમેરિકન મીડિયા અઇઈના અહેવાલમાં જણાવ્યા અનુસાર અમેરિકન સેન્ટ્રલ કમાંડે માહિતી આપી હતી કે ઞજએ ઉત્તરી-પશ્ર્ચિમી સીરિયા પર ભીષણ એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં અલ-કાયદા સાથે સંકળાયેલા હુર્રસ અલ-દિન જૂથના કમાન્ડર અને અન્ય 8 આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને ટ્રુપ્સ ઓપરેશન્સ પર નજર રાખવાની જવાબદારીઓ આપવામાં આવી હતી.
બીજો હુમલો મધ્ય સીરિયામાં સ્થિત ઈંજના ટ્રેનિંગ સેન્ટર પર કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભીષણ હતો કે તેમાં એક સાથે 28 આતંકવાદીઓના મોત નીપજ્યા છે. મૃતકોમાં 4 સીરિયાઈ નેતાઓનો પણ સમાવેશ થતો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. અમેરિકન સેનાએ જણાવ્યું હતું કે આ તમામ લોકો અમેરિકા માટે ખતરારૂપ હતા. આ ઓપરેશન બાદ ઈંજ અને અલ-કાયદાને મોટું નુકસાન પહોંચ્યું છે. અમેરિકન સેનાના જણાવ્યા અનુસાર આ એર સ્ટ્રાઈક મારફતે અમેરિકા તેમજ તેમના સહયોગી મિત્રદેશો વિરુદ્ધ કરવામાં આવેલા કાવતરા પાર પડે તે પહેલા જ તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે સીરિયામાં વર્તમાન સમયમાં 900 જેટલા અમેરિકન સૈનિકો તૈનાત છે. તેઓ ત્યાં પૂર્વોત્તર સીરિયામાં તેના પ્રમુખ સહયોગીઓ કુર્દ નેતૃત્વવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસને સહયોગ આપે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ કરેલી જાહેરાત પહેલા ઇઝરાયેલની સેનાએ ઉત્તર સરહદે આવેલા દેશ લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહને ફૂંકી માર્યો હતો. 7 ઑક્ટોબર, 2023ના દિવસે હમાસે હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલ તેની સાથે યુદ્ધે ચડ્યું તો ઉત્તરેથી હિઝબુલ્લાહે પણ હુમલા વધારી દીધા હતા. ત્યારથી આ આતંકવાદી સંગઠન અને તેના આતંકવાદીઓ ઇઝરાયેલની આંખમાં આવી ગયા હતા. આખરે 27 સપ્ટેમ્બરે થયેલા ઈંઉઋના ભીષણ હુમલામાં નસરલ્લાહનું મોત નીપજ્યું હતું.