કોઇના નામ નથી લખતો પણ મારા ગયા પછી જે રૂપિયા લેવા ઘરે આવે તે મારા મોતના ગુનેગાર લખેલી સ્યૂસાઇડ નોટ મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને શહેરની એક ખનગી કંપનીમાં નોકરી કરતા તેમજ સાઇડમાં સોપારીનો ધંધો કરતા ભકનભાઇ હાજાભાઇ ખુંટી નામના આધેડે ગત સાંજે કંપનીની બસમાંથી ઉતરી બહુમાળી ભવન ખાતે રાખેલા પોતાના બાઇક પાસે જઇ ઝેરી દવા પી લીધી હતી. ભકનભાઇએ ફોન પર પોતે ઝેરી દવા પી લીધાનું જણાવતા તેના જાણીતા લોકોએ તેને સારવારમાં ખસેડયા હતા પરંતુ તેને સારવારમાં ખસેડાડા હતા પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
ભકનભાઇએ તેના બાઇકની ડેકીમાં રાખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં તેઓએ લખેલુ છે કે મારો માથે કરજ થઇ ગયુ છે. અમુક માણસો રૂપિયાનું દબાણ કરે છે મારી પાસે અત્યારે પૈસા નથી મે જેની પાસેથી રૂપિયા લીધા હતા તે તો ધંધા માટે આપ્યા હતા હુ એને ભાગ પણ આપતો હતો. હવે એ મારી પાસે વ્યાજ માંગે છે હું પહોંચી શકતો નથી મારા ઘરનાને કેન્સર છે એટલે તેને કોઇ વાત કરી શકુ એમ નથી કોઇ દિવસ રૂપિયા કે ધંધા બાબતે વાત કરી નથી પરંતુ આ શખ્સો જો તુ રૂપિયા નહી આપે તો તારા ઘરે આવી કહી દઇશું મારી ઘરવાળી બીમાર છે તેને વાત કરે તો તે મરી જાય એમ છે એટલે હુ આત્મહત્યા કરૂ છુ મારા ગયા બાદ મારા પુત્ર કે પત્નીને હેરાન કરે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવી, એવી પોલીસને વિનંતી છે. બાકી મારા ઘરે કંઇ ખબર નથી તેને કોઇ હેરાન કરતા નહી, હું કોઇના નામ લખતો નતી પરંતુ મારા ગયા બાદ મારા ઘરે રૂપિયા લેવા આવે એ મારા મોતના ગુનેગાર છે પત્નીએ પુત્રને ઘ્યાન રાખજો અને આપણો સાથે અહીં સુધીનો જ હતો મને માફ કરજો.